SABARKANTHA

હીંમતનગર વર્તુળ કચેરી-યુજીવીસીએલ દ્વારા અધિક્ષક ઇજનેર થી વિશેષ મુખ્ય ઇજનેર તરીકે બઢતી પામેલ શ્રી જી જે ધનુલા સાહેબ શ્રી નો શુભેચ્છા સહ વિદાય સમારોહ

હીંમતનગર વર્તુળ કચેરી-યુજીવીસીએલ દ્વારા
અધિક્ષક ઇજનેર થી વિશેષ મુખ્ય ઇજનેર તરીકે બઢતી પામેલ શ્રી જી જે ધનુલા સાહેબ શ્રી નો શુભેચ્છા સહ વિદાય
તેમજ અધિક્ષક ઇજનેર શ્રી વી બી પટેલ સાહેબ શ્રી નો સ્વાગત સમારોહ
તારીખ 10.7.2024 ને સાંજે 18:00 કલાકે પ્રથમ બેનક્વેટ –સહકારી જીન રોડ હીંમતનગર ખાતે યોજાયેલ હતો . સદર કાર્યક્રમમાં સાબરકાંઠા –અરવલ્લી જિલ્લાની વર્તુળ કચેરી ના વિભાગવડા શ્રીઓ ,વર્તુળ કચેરી તાબા હેઠળના પાંચેય વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરશ્રીઓ ,ગુજરાત ઉર્જા સંકલન સમિતિના પાંખ રૂપ સહભાગી જીઈબી એંજિનિયર આસોસિએશન અને અખિલ વિધયુત કામદાર સંઘ ના આગેવાન અને હોદ્દેદાર શ્રીઓ ,નાયબ ઇજનેર શ્રીઓ ,જુનિયર ઇજનેર શ્રીઓ ,અધિકારીઓ,કર્મચારીઓ ,યુજીવીસીએલ સાથે સંકળાયેલ કોન્ટ્રાકટર શ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ .
શ્રી ધનુલા સાહેબ ને અધિક્ષક ઇજનેર થી વિશેષ મુખ્ય ઇજનેર તરીકે બઢતી મળતા યુજીવીસીએલ શીર્ષ નેતૃત્વમાં સમાવેશ થતાં સાબરકાંઠા –અરવલ્લી તેમજ હીંમતનગર વર્તુળ કચેરીના તમામ અધિકારીઓએ કર્મચારીઓમાં ગૌરવ તેમજ ગર્વ ની લાગણી પ્રસરેલ જોવા મળેલ .
શ્રી ધનુલા સાહેબ ની કંપની કામગીરી પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પ્રેરણા અને માર્ગદર્શન આપવાની તેમની ક્ષમતાએ દરેક પર અમીટ છાપ છોડી છે ,તેમનું અતૂટ સમર્પણ, ગહન જ્ઞાન અને અસાધારણ નેતૃત્વએ વિભાગમાં શ્રેષ્ઠતા માટે એક માપદંડ પણ સ્થાપિત કર્યો છે.ત્યારે તેઓની શુભેચ્છા વિદાય ના પ્રસંગે શુભેચ્છા ઊર્મિઓ નું ઘોડાપૂર જોવા મળેલ જે તેઓશ્રીના સફળ કાર્યકાળ ની પ્રતીતિ અને દરેક અધિકારી માટે પ્રેરણા પૂરી પાડનાર બની રહેલ.
સાથેજ તમામ અધિકારીઓએ – કર્મચારીઓ દ્વારા જીલ્લામાં ધનુલા સાહેબ ના સ્થાને પધારેલ અધિક્ષક ઇજનેર હીંમતનગર શ્રી વી બી પટેલ સાહેબ નું પણ સહુદય સ્વાગત કરી તેઓની રાહબરી હેઠળ પણ આગામી લક્ષ્યાંકો હાંસલ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવેલ.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button