કોમી એકતાનું વાતાવરણ ઉભુ કરી નાર્કોટીક્સ, સાયબર તથા ટ્રાફીક જાગૃતિનો તથા પર્યાવરણ સંરક્ષણનો કાર્યક્રમ
અહેવાલ:- પ્રતિક ભોઈ
કોમી એકતાનું વાતાવરણ ઉભુ કરી નાર્કોટીક્સ, સાયબર તથા ટ્રાફીક જાગૃતિનો તથા પર્યાવરણ સંરક્ષણનો કાર્યક્રમ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે વાક્યને સંયુકત રીતે સાર્થક કરતી સાબરકાંઠા એસ.ઓ.જી, સાયબર તથા ટ્રાફીક પોલીસ
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓએ “સેફ એન્ડ સિક્યોર ગુજરાત” તથા “SAY NO TO DRUGS” તથા “પોલીસ પ્રજાનો મિત્ર છે.” વિગેરે મિશન અંતર્ગત કાર્યક્રમો કરવા સૂચના કરવામાં આવેલ જે સુચના અન્વયે ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં કાર્યક્રમો કરવા પો.ઇન્સ. એસ.ઓ.જી..સાયબર તથા પો.સ.ઈશ્રી. ટ્રાફીક નાઓને સુચના કરેલ જે સુચના અન્વયે પો.ઇન્સ. એસ.ઓ.જી.,સાયબર તથા પો.સ.ઇશ્રી. ટ્રાફીક તથા તમામ શાખાના સ્ટાફ નાઓએ સંયુક્ત રીતે જામીઅહ અમીનુલ કુઆન મદ્રેસા પાણપુર તા.હિંમતનગર ખાતે આજ રોજ મુસ્લીમ બિરાદરો તથા મૌલવી સાહેબ તથા ટ્રસ્ટીશ્રીઓ તથા વિર્ધાર્થીઓ મળી કુલ-૮૦૦ માણસોની ઉપસ્થિતિમાં નાર્કોટીક્સ,સાયબર તથા ટ્રાફીક લગત જન જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવેલ અને કાર્યક્રમ પુર્ણ થતાં પર્યાવરણ સંરક્ષણ કાર્યક્રમ અન્વયે મદ્રેસા ખાતે તથા બીજી અન્ય મદ્રેસાની વૈકલ્પિક જગ્યાએ કુલ- ૨૦૦ છોડવાઓનું વૃક્ષારોપણ કરવામાં આવેલ છે.
આમ, સાબરકાંઠા પોલીસ દ્વારા “સેફ એન્ડ સિક્યોર ગુજરાત” તથા “SAY NO TO DRUGS” તથા “પર્યાવરણ સંરક્ષણ કાર્યક્રમ” અન્વયે કાર્યક્રમ કરી “પોલીસ પ્રજાનો મિત્ર છે.” એ વાતને સાર્થક કરેલ છે.