સાબરકાંઠા સિનિયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટ હિંમતનગર દ્વારા આયોજિત સાંસ્કૃતિક લોકસંગીત ડાયરા નું આયોજન
અહેવાલ:- પ્રતિક ભોઈ
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને સાબરકાંઠા સિનિયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટ હિંમતનગર દ્વારા આયોજિત સાંસ્કૃતિક લોકસંગીત ડાયરા નું આયોજન તારીખ ૨૯/૦૩/૨૫ ના રોજ શનિવારે ર્ડો નલિનકાન્ત ગાંધી ટાઉન હોલ હિંમતનગર ખાતે કરવામાં આવેલ જેનું ઉદ્ધઘાટન દિપ પ્રાગટ્ય હિંમતનગર ના લાડીલા ધારાસભ્ય માનનીયશ્રી વી. ડી ઝાલા સાહેબ દ્વારા કરવામાં આવ્યું મુખ્ય મહેમાન શ્રી સ્કાઉટ ગાઈડ ચીફ કમિશનર શ્રીઅતુલભાઈ દીક્ષિત, હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય ભો લેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, સાબરકાંઠા બેંકના ડિરેક્ટર શ્રી રાજુભાઈ અમીન તથા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ના ગામે ગામથી મોટી સંખ્યા માં સિનિયર સિટીઝન્સ ની હરખાતી હાજરી એ ગૌરવપુરસ્કાર લોકગાયક ભીખુદાન ગઢવી, કાશ્મીરાબેન ગોહિલ, હાસ્ય કલાકાર નટુભાઈ પટેલ અને સમગ્ર વાદ્ય વૃંદ ટીમ સર્વે એ સિનિયર સિટીઝન્સ ની જીવન સંધ્યા માં આનંદ, સ્નેહમિલન,લોકસંગીત,હાસ્ય ઉત્સાહ, ઉલ્લાસ, ઉમંગ ના મેઘધનુષી સાતે રંગો પુરી ૨૯ મી ની સાંજ સોહામણી બનાવી દીધી.
U ઉદ્ઘાટન સમારંભમાં પ્રારંભે સાબરકાંઠા સિનિયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ
મધુકર ખમાર દ્વારા સૌને શાબ્દિક આવકાર આપી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્ય મહેમાન અને આ પ્રોગ્રામમાં આયોજનમાં સહાયરૂપ થનાર શ્રી અતુલભાઇ દીક્ષિતે પોતાના વક્તવ્યમાં જણાવેલ કે વડીલો આજના આ પરિવર્તનશીલ યુગમાં પરિવારથી દૂર જઈ રહ્યા છે ત્યારે આવા સિનિયર સિટીઝન મંડળો દ્વારા તેમને આવા પ્લેટફોર્મ પર વિવિધ કાર્યક્રમો થી આનંદ અને ઉત્સાહ માં રાખવા આવા કાર્યક્રમો જરૂરી છે અને ગુજરાત સરકાર સંગીત નાટક અકાદમી અને સાબરકાંઠા સિનિયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટને ધન્યવાદ પાઠવ્યા હતા. ઉદ્ઘાટક માનનીય ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબે પોતાના પ્રવચનમાં નિવૃત્તિની નિરાંત ને વડીલો માણી શકે અને તેમના જીવનમાંથી નિરાશા નીસાસા ની બાદબાકી કરી ઉત્સાહ પ્રેરક આનંદમાં વૃદ્ધાવસ્થા માં રહી શકે તે માટે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર નો આર્થિક સહયોગ અને સાબરકાંઠા સિનિયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટનું આ આયોજન પ્રશંસનીય છે તે માટે પ્રમુખ મધુકર ખમાર, તથા તેમની સમગ્ર ટીમને ધન્યવાદ પાઠવું છું અને ભવિષ્યમાં આવા આયોજન માં હું કોઈપણ રીતે મદદરૂપ થઈ શકું તો મને આનંદ થશે.
ગૌરવ પુરસ્કાર થી નવાજીત લોક સાહિત્ય કલાકાર ભીખુદાન ગઢવી, કોકિલકંઠ લોકગાયિકા કાશ્મીરાબેન ગોહિલ, હાસ્ય કલાકાર નટુભાઈ પટેલ તથા તેમની સમગ્ર વાદ્યવૃંદ ટીમ દ્વારા સિનિયર સિટીઝનો ને ત્રણ કલાક સુધી સતત આનંદસભર ઉત્સાહ સભર હાસ્યરસ થી તરબોળ કરી દીધા હતા. પ્રોગ્રામ પરિપૂર્ણ થયે ભોજન લઈ બધા છૂટા પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મંત્રી શ્રી હરેશભાઇ દરજી દ્વારા કરવામાં આવેલ. પીયૂષભાઇ દવે, કૈલાસભારતી ગોસ્વામી, મનોજભાઈ શાહ, દિનેશભાઇ પટેલ, અશ્વિન શાહ, નરેન્દ્ર કોઠારી, રમેશ પટેલ, કનુ પંડ્યા ની સેવાઓ પ્રશંસનીય છે.