સાબરકાંઠામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં જતન પ્રોજેક્ટ અંતગર્ત લાભ મળતા દિકરી શિલ્પા સોલંકીએ માન્યો સરકારનો આભાર
*સાબરકાંઠામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં જતન પ્રોજેક્ટ અંતગર્ત લાભ મળતા દિકરી શિલ્પા સોલંકીએ માન્યો સરકારનો આભાર*
*******
રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય ગરીબ, જરૂરિયાતમંદ લાભાર્થીઓને એક જ સ્થળે હાથોહાથ આપવાના આશયથી રાજ્યભરમાં 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત સાબરકાંઠામાં ઇડર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા,મહિલા અને બાળ કલ્યાણ કેબિનેટ મંત્રીશ્રીમતિ ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ ગરીબ કલ્યાણ મેળામાં ખેડબ્રહ્મા તાલુકાની ધરોઇ ગામના વતની દિકરી શિલ્પાબેન વિક્રમભાઇ સોલંકીને જતન પ્રોજેક્ટ અંતગર્ત લાભ મળતા સરકારનો આભાર માન્યો હતો.કુપોષિત બાળકોને તંદુરસ્ત કરવા અને કિશોરીઓમાં એનિમિયાનું પ્રમાણ ઘટાડવાના ઉમદા આશય સાથે જતન પ્રોજેક્ટનો શરૂ કરવામાં આવ્યો છે. જેનો લાભ જિલ્લાની કિશોરીઓ લઈ રહી છે.
અહેવાલ:- પ્રતિક ભોઈ