હિંમતનગર શહેરને અડીને આવેલ માળીની છાપરીયામાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા માંગ
અહેવાલ:- પ્રતિક ભોઈ
હિંમતનગર શહેરને અડીને આવેલ માળીની છાપરીયામાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા માંગ
પત્રકારને જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીના રૂપે ફરિયાદ
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરને અડીને આવેલ માલીવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં માલીવાડા ગામની અંદર જ ગામમાં વચોવચ મધુબેન કલ્પેશજી ઠાકોર દ્વારા ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ગામમાં તેમના બે અડ્ડાઓ જાહેરમાં ચાલી રહ્યા છે એક વણઝારાવાસમાં અને એક ગામની વચોવચ હુસેનાબાદ જવાના માર્ગ ઉપર ખુલ્લેઆમ જાહેરમાં દારૂ ની મહેફિલો થઈ રહી છે અને જાહેરમાં જ પીધેલાઓ લથડીયા ખાતા રોડ ઉપર ફરતા હોય છે
અડાના માલિક મધુબેન ની એટલી તો દાદાગીરી છે કે જાહેર માર્ગ પર ચાલનારાઓને પણ ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવે છે માળીની છાપરીયામાં જ રહેતા પત્રકાર સાનિયા દીવાને જિલ્લા પોલીસ અધિક્ષક, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ બી ડિવિઝન પોલીસને લેખિતમાં તેમજ મુખ્યમંત્રી ઓનલાઈનમાં દારૂનો અડ્ડો તાત્કાલિક બંધ કરાવવા રજૂઆત કરી છે જેથી સ્થાનિક પોલીસ તંત્રએ તાત્કાલિકા અડ્ડો બંધ કરાવી યોગ્ય અને ઘટતી કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ છે