સાબરકાંઠા- અરવલ્લી જિલ્લા ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ ની કારોબારી મિટિંગ જિલ્લા કાર્યાલય હિંમતનગર ખાતે ચીફ કમિશનર અતુલભાઇ દીક્ષિત ની અધ્યક્ષતામાં યોજાઈ.
સાબરકાંઠા- અરવલ્લી જિલ્લા ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ ની કારોબારી મિટિંગ જિલ્લા કાર્યાલય હિંમતનગર ખાતે ચીફ કમિશનર અતુલભાઇ દીક્ષિત ની અધ્યક્ષતામાં યોજાઈ.
શરૂઆત સ્કાઉટ -ગાઈડ પ્રાર્થના થી કરવામાં આવી. ત્યાર બાદ એજન્ડા પ્રમાણે કાર્યવાહી થઈ. સૌ પ્રથમ જિલ્લા ની વિવિધ શાળાઓ માં સ્કાઉટ -ગાઈડ બાળકો માટે રાજયપુરસ્કાર પરીક્ષા ના ફોર્મ ભરવા માટે ની ચર્ચા થઈ ત્યાર બાદ ગાંધી જયંતિ ની ઉજવણી દરેક શાળા માં ઉજવણી કરવી તેવી ચર્ચા થઈ. ત્યારબાદ 7 નવેમ્બર ના રોજ ફાઉન્ડેશન ડે ઉજવવા અંગે ચર્ચા થઈ. ત્યારબાદ તારીખ -8 ઓક્ટોબર ના રોજ વન ભ્રમણ કાર્યક્રમ પોશીના મુકામે યોજવાનું નક્કી કરવામાં આવ્યું.
આજની કારોબારી સભા માં પ્રમુખ સ્થાને ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિત સાહેબ બિરાજમાન રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા સ્કાઉટ કમિશનર નીતિનભાઈ ગુર્જર, જિલ્લા ગાઈડ કમિશનર ભારતીબેન ચૌધરી, મદદનીશ જિલ્લા ગાઈડ કમિશનર નિપૂર્ણાબેન શાહ, જિલ્લા રેન્જર કમિશનર સોનલબેન ડામોર, જિલ્લા રોવર કમિશનર અજીતસિંહ, જિલ્લા ટ્રેનિંગ સ્કાઉટ કમિશનર વિષ્ણુભાઈ સોલંકી, જિલ્લા ટ્રેનિંગ ગાઈડ કમિશ્નર વૈશાલીબેન પટેલ, મદદનીશ જિલ્લા ટ્રેનિંગ સ્કાઉટ કમિશનર મહેશભાઈ પ્રજાપતિ, જિલ્લા મંત્રી જીજ્ઞેશભાઈ પટેલ તથા મોટી સંખ્યા માં કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લે રાષ્ટ્ર ગીત ગાઈને કારોબારી સભા ની પુર્ણાહુતી કરવામાં આવી હતી.
અહેવાલ:- પ્રતિક ભોઈ