રાજસ્થાનથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની ગાડીઓમાં ગુપ્ત ખાના બનાવી હેરાફેરી કરતા ઇસમોને સ્વીફટ ગાડી સાથે પકડી દારૂ વિગેરે મળી કુલ કિં.રૂ.૩,૪૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે
રાજસ્થાનથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની ગાડીઓમાં ગુપ્ત ખાના બનાવી હેરાફેરી કરતા ઇસમોને સ્વીફટ ગાડી સાથે પકડી દારૂ વિગેરે મળી કુલ કિં.રૂ.૩,૪૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ રાજસ્થાન બોર્ડરથી સાબરકાંઠા જીલ્લામાં થઇ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમોની પ્રવૃત્તિ અટકાવી અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી એસ.એન.કરંગીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના સતત માર્ગદર્શન તથા તેઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા એલ.સી.બી.સ્ટાફના શ્રી એસ.જે.ચાવડા, પો.સ.ઇ. એલ.સી.બી. તથા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા એ.એસ.આઈ. ચાંપાભાઈ તથા એ.એસ.આઇ. સનતભાઇ તથા એ.એસ.આઇ. કમલેશસિંહ તથા ટે.એ.એસ.આઇ. સચીનભાઈ તથા અ.હે.કો. અમરતભાઇ તથા અ.હે.કો. વિરભદ્રસિંહ તથા અ.પો.કો.ગોપલભાઈ તથા અ.હે.કો. ધવલકુમાર તથા અ.પો.કો. શુકલજીતસિંહ તથા આ.પો.કો. પ્રકાશકુમાર તથા આ.પો.કો. વિજયભાઇ તથા આ.પો.કો. અનિરુધ્ધસિંહ તથા ડ્રા.પો.કો. કાળાજી વિગેરે સ્ટાફના માણસોની ટીમો બનાવેલ. ઉપરોક્ત ટીમના માણસો આજરોજ તા.૨૦/૦૭/૨૦૨૪ના હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી. વોચ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઈ. ચાપાભાઈ તથા આ.પો.કો. અનિરૂધ્ધસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે, “ એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફટ ગાડી નંબર- GJ.02.CA.1779 ગાડીમાં ગુપ્ત ખાનામાં બે ઇસમી રાજસ્થાનથી ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ઇડર થઇ હિંમતનગર થઇ અમદાવાદ તરફ જનાર છે.” જે બાતમી હકીકત આધારે વક્તાપુર સાંઇ મંદીર આગળ રોડ ઉપર નાકાબંધી કરી ઇડર તરફથી બાતમી મુજબની સ્વીફટ ગાડી નંબર GJ.02.CA.1779ની આવતા તેને બ્લોક કરી ઉભી રખાવતા તેમાં બે ઇસમો બેસેલ હોઇ બાતમી હકીકત આધારે ગાડીમાં ચેક કરતા ગેર બોક્ષ નીચે તથા પાછળ બમ્પરના ભાગે ગુપ્ત ખાનુ હોવાનું જણાઇ આવતા જે બન્ને ગુપ્ત ખાના ખોલી જોતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલી ભરેલ હોઇ જે દારૂની બોટલ નંગ-૩૦ કિ.રૂ.૩૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ગાડીની કિ.રૂ.૩,૦૦,000/- મળી કુલ કિ.રૂ.૩,૪૦,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૭૨૪૦૬૨૦/૨૦૨૪ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ. કપએઇ. ૮૧.૮૩ મુજબનો પ્રોહી. ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે.