હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ની આંતર કોલેજ કરાટે સ્પર્ધા 2024-25 શ્રી ટી .એમ .શાહ મહિલા આર્ટસ કોલેજમાં 19 /10 /2024 ના રોજ યજમાન પદે યોજાઈ હતી.
અહેવાલ:- પ્રતિક ભોઈ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ની આંતર કોલેજ કરાટે સ્પર્ધા 2024-25 શ્રી ટી .એમ .શાહ મહિલા આર્ટસ કોલેજમાં 19 /10 /2024 ના રોજ યજમાન પદે યોજાઈ હતી. કરાટે સ્પર્ધામાં ભાઈઓમાં 11 કોલેજની ટીમો અને બહેનોમાં 9 કોલેજની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉદ્દઘાટન સમારોહના મુખ્ય મહેમાન તરીકે સંસ્થાના પ્રમુખશ્રી જે .ટી. ચૌહાણ સાહેબ પ્રમુખ ટી.એમ.મહિલા આર્ટસ કોલેજ,ઇડર અને એશિયન કરાટે ફેડરેશન ના રેફરી અને ગુજરાત કરાટે અશોશિયનના ઉપ પ્રમુખશ્રી જુજારસિંહ વાઘેલા સાહેબ ઉપસ્થિત રહ્યાં હતા.સંસ્થાના આચાર્યશ્રી
ડૉ.મનીષાબેન દવે
શારીરિક શિક્ષણ અધ્યાપક
ડૉ.પી.એલ.પટેલ એ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. જુજારસિંહ વાઘેલા સાહેબ એ કરાટે વિશે માહિતી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કાર્ય હતા.
સ્પર્ધામાં વિજેતા કોલેજો નીચે પ્રમાણે છે
બહેનો ના વિભાગમાં
૧. હિંમતનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, હિંમતનગર
2. ગોવર્મેન્ટ આર્ટ્સ કોલેજ,બાયાડ
3. કોમર્સ કોલેજ,પાટણ
ભાઈઓના વિભાગમાં
1. હિંમતનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, હિંમતનગર
2. બી.સી.એ કોલેજ, પાલનપુર
3. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,ઊંઝા