હિંમતનગરના અલ્કાપુરી વિસ્તારમાં પ્રિમોન્સૂન અંતર્ગત ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર ચેનલની સફાઈની કામગીરી કરાઈ





હિંમતનગરના અલ્કાપુરી વિસ્તારમાં પ્રિમોન્સૂન અંતર્ગત ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર ચેનલની સફાઈની કામગીરી કરાઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલા અલ્કાપુરી વિસ્તાર તેમજ હાજીપુરા રોડ પર આવેલી મેમણ કોલોની સહિતના વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રિમોન્સૂન અંતર્ગત ડ્રેનેજ લાઈન અને સ્ટોર્મ વોટર (વરસાદી પાણીની) ચેનલોની સફાઈ અને મરામતની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે શહેરી વિસ્તારોમાં પાણી ભરાવવાની, રસ્તાઓ પર જળબંબાકાર થવાની કે ગટર ઉભરાવવાની સમસ્યા ન સર્જાય તેવા આગોતરા આયોજનના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેઇનમાં જમા થયેલો કાદવ-કીચડ, પ્લાસ્ટિક, ડસ્ટ અને અન્ય કચરો બહાર કાઢી સાફ કરવામાં આવી હતી. સફાઈ કામદારો દ્વારા જરૂરી સાધનોની મદદથી ચેનલની ઊંડાઈ સુધી પાણીના કુદરતી નિકાલ માર્ગને અવરોધતા તત્વોને દૂર કરવામાં આવ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા




