HIMATNAGARSABARKANTHA

ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠા અરવલ્લી જીલ્લા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ “ચલો પ્રકૃતિ કી ઓર” કાર્યક્રમ 500 રોપા નું વિતરણ કરવામાં આવ્યું .

અહેવાલ:- પ્રતિક ભોઈ

ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠા અરવલ્લી જીલ્લા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ “ચલો પ્રકૃતિ કી ઓર” કાર્યક્રમ 500 રોપા નું વિતરણ કરવામાં આવ્યું .

વિશ્વ પર્યાવરણ દિવસ, ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા દ્વારા શ્રીમદ જેસીંગ બાપા ની પવિત્ર ભૂમિ એવી ગાંઠિયોલ( ગોધમજી) ગામ માં શ્રીમદ્ જેસીંગબાપા પંખી ઘરના સ્થળે ગાંઠિયોલ ગામના પર્યાવરણ પ્રેમી સરપંચ શ્રી જનકભાઈ પટેલ તેમજ ભારત સ્કાઉટ ગાઈડ સંઘના ચીફ કમિશનર શ્રી અતુલભાઇ દીક્ષિતના અધ્યક્ષ સ્થાને વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી અંતર્ગત વૃક્ષ વિતરણ કાર્યક્રમ અને પ્લાસ્ટિક મુક્ત ભારત કાર્યક્રમ કરવામાં આવ્યો .
આ કાર્યક્રમમાં સાબરકંઠા જિલ્લા સ્કાઉટ કમિશનર નીતિનભાઈ ગુર્જર, રેંજર કમિશનર શ્રીમતી સોનલબેન ડામોર ,ગાંઠિયોલ ગામના ડેપ્યુટી સરપંચ શ્રી પશાભાઈ વણકર ,આદર્શ કેળવણી મંડળ, ગાંઠીઓલના મંત્રી શ્રી ફલજીભાઈ પટેલ, સામાજિક કાર્યકર શ્રી નૈલેશભાઈ પ્રજાપતિ, તલાટી મંત્રી શ્રીમતી પ્રિયંકાબેન ,બડોલી બીટ કેળવણી નિરીક્ષક તેમજ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હરેશ કુમાર ચૌધરી, સહમંત્રી શ્રીમતી કલ્પનાબેન નિનામા, જિલ્લા ટ્રેનિંગ ગાઈડ કમિશનર શ્રીમતી વૈશાલીબેન પટેલ, ગાઈડ કેપ્ટન દક્ષાબેન જોશી, સ્કાઉટ માસ્ટર મહેન્દ્રભાઈ કટારા, સ્કાઉટ માસ્ટર પારગી રસિકભાઈ તેમજ સંજયભાઈ રાવલ સ્કાઉટ માસ્ટર અતુલભાઇ ડામોર તથા રાજ્ય પ્રતિનિધિ કૈલાસબેન બરંડા તેમજ ગામના આગેવાનો તથા ગાંઠિયોલ પ્રાથમિક શાળા નો સ્ટાફ સાથે સાથે ગાંઠિયોલ પ્રાથમિક શાળાના તમામ સ્કાઉટ અને ગાઈડ બાળકો તેમજ મોતીપુરા પ્રાથમિક શાળાની 5 ગાઈડ બાળાઓ એક બુલબુલ અને ત્રણ રેંજર બાળાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!