HIMATNAGARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લામાં હેવી વ્હિકલ માટે લેન ડ્રાઇવ યોજવામાં આવી

અહેવાલ:- પ્રતિક ભોઈ

સાબરકાંઠા જિલ્લામાં હેવી વ્હિકલ માટે લેન ડ્રાઇવ યોજવામાં આવી

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબની સુચનાથી લેન ડ્રાઈવીંગ અવેરનેશ તથા કામગીરી કરવાની સુચના આપેલ હોય લેન ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ હતુ જેમાં સાબરકાંઠા જિલ્લાના હાઇવે રોડ પર મોટર વ્હિકલ એકટ તથા ધ મોટર વ્હિકલ ડ્રાઇવિંગ રેગ્યુલેશન એકટ ૨૦૧૭ મુજબ તમામ પ્રકારના હેવી વ્હિકલને રોડની ડાબી તરફ ચલાવવાની જોગવાઈનુ પાલન થાય તે સારૂ જિલ્લામાં આવેલ ટ્રક/ટ્રાવેલ્સ એશોસીયેશન સાથે મીટીંગનુ આયોજન કરી લેન ડ્રાઇવીંગ બાબતે માહિતીગાર કરી જોગવાઈનુ પાલન કરવા જણાવવામાં આવેલ હતુ. આ ઉપરાંત એસ.ટી.વિભાગ તથા સાબરડેરી તથા જી.આઈ.ડી.સી. ના પ્રમુખશ્રીઓને લેન ડ્રાઇવીંગનુ પાલન કરવા સારૂ પત્ર લખી તેઓના તાબા હેઠળ આવતા ભારે વાહનોના માલીકો તથા ડ્રાઇવરશ્રીઓને લેન ડ્રાઇવીંગના નિયમોનુ પાલન કરવા જાણ કરેલ હતી. તેમજ ટોલટેક્ષ તથા એસ.ટી.બસ સ્ટેશન તથા હાઇવે રોડ પરના હોટલ ધાબા ઉપર લેન ડ્રાઇવીંગના નિયમની જાણકારી બાબતે લાઉડ સ્પીકર થી તથા સોશિયલ મીડિયાથી પ્રચાર-પ્રસાર કરવામાં આવેલ હતો. ઉપરોકત ડ્રાઇવ દરમ્યાન લેન ડ્રાઇવીંગના નિમયનુ પાલન ન કરતા હેવી વ્હિકલો ઉપર કુલ ૩૨૬ લેન ડ્રાઈવીંગના કેસો કરી સ્થળ દંડ રૂપિયા ૬૪૦૦૦/- વસુલ કરવામાં આવેલ હતો. તેમજ ભવિષ્યમાં પણ આ પ્રકારની ડ્રાઇવનુ આયોજન કરી ટ્રાફિક અવેરનેશ અને ટ્રાફિક એન્ફોર્સમેન્ટની કામગીરી કરવામાં આવનાર છે. નાગરીકોને વિનંતી કે તેઓ ટ્રાફિક નિયમોનુ પાલન કરી અમોને સાથ સહકાર આપશો.

Back to top button
error: Content is protected !!