ડાયાબિટીસ ચેક અપ તથા બ્લડપ્રેશર ચેકઅપ કેમ્પ તથા ડાયાબિટીસ અવરનેસ સેમિનાર કાર્યક્રમનું આયોજન
અહેવાલ:- પ્રતિક ભોઈ
લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 – B3 તથા ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન તથા સિનિયર સિટીઝન એસોસીએશન હિંમતનગરના સહયોગથી ફ્રી ડાયાબિટીસ ચેક અપ તથા બ્લડપ્રેશર ચેકઅપ કેમ્પ તથા ડાયાબિટીસ અવરનેસ સેમિનાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં 289 દર્દીની તપાસ કરવામાં આવેલ શ્રી મહાકાલી મંદિર, કાકરોલ રોડ, હિંમતનગર ખાતે આ કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં ડિસ્ટ્રીક ગવર્નર શ્રી હરીશભાઈ ત્રિવેદી, કેબિનેટ સેક્રેટરી નંદનીબેન રાવલ, કેબિનેટ ટ્રેઝરર નિમેષભાઈ મજબુદાર, ડાયાબિટીસ ચેરમેન રશ્મિકાંતભાઈ શાહ, સિનિયર સિટીઝન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ત્રિવેદી, લાયન્સ જીએમટી કો-ઓર્ડીનેટર બ્રિજેશ પટેલ, પ્લુટો હોસ્પીટલ થી ડો. કેવલભાઇ પટેલ, ડો અનીલભાઇ , રીજીયન ચેરપરસન વસંતભાઈ સોની, ક્રિષ્ના હોસ્પીટલ ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી નાનુભાઇ પટેલ , ટ્રસ્ટી શ્રી ગીરીશભાઈ ભાવસાર, ઝોન ચેરમેન પ્રવીણભાઈ નાયી, ડીસ્ટ્રીકટ ઓફિસર પ્રકાશભાઈ વૈધ, હિંમતનગર લાયન્સ વાઇબ્રન્ટ પ્રમુખ શ્રી પ્રિયાંકભાઈ પટેલ, કૃણાલભાઈ, પુર્વ પ્રમુખ નીતિનભાઈ પરમાર, લાયન અરવિંદભાઈ શાહ, મોડાસા થી ડિસ્ટ્રિક્ટ ઓફિસર પરેશભાઈ શાહ, મોડાસા લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ ચૌહાણ,મહાકાલી મંદિર ના ટ્રસ્ટી શ્રી વિઠ્ઠલભાઈ પ્રજાપતિ, કુમુદભાઇ મિસ્ત્રી , અમરતભાઈ પટેલ તથા ઉમિયા સમાજવાડી ના શ્રી શાંતિભાઈ પટેલ શ્રી રામભાઇ પટેલ વગેરે શહેર ના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ રહેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઈ વૈદ્ય દ્વારા કરવામાં આવેલ હતું કાર્યક્રમને સફળ બનાવવા લાયન બ્રિજેશભાઈ પટેલ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી.
લાયન્સ ઇન્ટરનેશનલ જીએમટી કોઓર્ડીનેટર શ્રી બ્રિજેશભાઇ પટેલનું ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા ૨૫ થી વધુ ડાયાબિટીસના ચેકઅપ કેમ્પ કરી 5000 થી વધુ દર્દીઓને તપાસ કરવામાં આવેલ જેમના માટે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા સ્મૃતિ ચિન્હ ભેટ રૂપે ભારતની આઝાદી અપાવનાર ચરખો આપી આ સેવાકીય કાર્ય બદલ વિશેષ સન્માન કરવામાં આવેલ હતું.