KUTCHMANDAVI

NIDM તથા NDMAના અધિકારીશ્રીઓએ માંડવી અને મુન્દ્રા વિસ્તારની મુલાકાત લઈને વાવાઝોડા બાદની સ્થિતિની સમીક્ષા કરી.

૨૯-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ

રાહત બચાવ માટે કરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી અધિકારીશ્રીઓએ નાગરિકો સાથે સંવાદ કર્યો.

માંડવી કચ્છ :- બિપરજોય વાવાઝોડા સંદર્ભે ડૉક્યુમેન્ટેશન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા NIDM (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ) તથા NDMA (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી)ના ઉચ્ચ અધિકારીશ્રીઓએ બીજા દિવસે માંડવી અને મુન્દ્રાના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. તેઓએ મુંદ્રા પ્રાંત કચેરી ખાતે બેઠક યોજીને વાવાઝોડા પહેલાની તૈયારીઓ અને ત્યારબાદ પુન:સ્થાપનની તૈયારીઓ અંગે વિગતો મેળવી હતી. ટીમના સભ્યોએ અધિકારીશ્રીઓ પાસેથી તેમના વાવાઝોડા દરમિયાનના અનુભવો, સ્થળાંતર પ્રક્રિયા, વ્યવસ્થાપન વગેરે ઝીણવટીભરી બાબતો વિશે જાણકારી એકત્ર કરી હતી. ટીમના સભ્યોએ મુન્દ્રા પોર્ટ, નગરપાલિકા ઓફિસ, માંડવીના ખારેક નુકસાનીના વાડી વિસ્તારો, માંડવી શહેરના નીચાણવાળા વિસ્તારની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. સ્થાનિક અધિકારીશ્રીઓએ સાથે રહીને ટીમના સભ્યોને વર્તમાન સ્થિતિથી વાકેફ કરાવ્યા હતા. ટીમના સભ્યોએ નાગરિકો સાથે સંવાદ કરીને વાવાઝોડા બાદ નુકસાની, સમસ્યાઓનો ખ્યાલ મેળવ્યો હતો.આ મુલાકાત દરમિયાન NIDMના પ્રો.ડૉ. સૂર્યપ્રકાશ, યંગ પ્રોફેશનલ શ્રી વિમલ તિવારી અને હરીહરાકુમાર દેવડા, કમ્યુનિકેશન કન્સલ્ટન્ટશ્રી સિંધુજા ખજુરીયા, પ્રાંત અધિકારીશ્રી ચેતન મિસણ, કચ્છ જિલ્લાના ફિશરીઝ વિભાગના અધિકારીશ્રી જે.પી.તોરણીયા, માંડવી મામલતદારશ્રી માધુ પ્રજાપતિ, વહીવટીતંત્રના સ્થાનિક અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!