SABARKANTHA

આર.કે.પટેલ શિક્ષણ સંકુલ અંદ્રોખા નું ગૌરવ

*આર.કે.પટેલ શિક્ષણ સંકુલ અંદ્રોખા નું ગૌરવ*

*ભિલોડા તાલુકાના ડુંગરી ગરાસીયા સમાજનું ગૌરવ*

વિજયનગર.
ભિલોડા તાલુકાના મલાસા ગામના ડો. પ્રેમિલાબેન સી.ડુડ સંસ્કૃત વિષયમાં”*સંસ્કૃત સાહિત્યને કાશી વૈભવ કી આધ્યાત્મિક એવમ સાંસ્કૃતિક ચેતના”* વિષય ઉપર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, બાલાસિનોર ના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. કાંતિભાઈ કે. અમીન ના માર્ગદર્શન હેઠળ શોધ નિબંધ રજૂ કર્યો હતો. આ શોધ નિબંધને માન્ય રાખી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા દ્વારા એમને પી.એચ.ડી. ની પદવી એનાયત કરવામાં આવી છે. તેમને આ ઉપલબ્ધિને આદિવાસી ડુંગરી ગરાસીયા સમાજનું ગૌરવ વધારવા બદલ ખુબ – ખુબ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.તેમજ આર્ટસ કોલેજ અંદ્રોખાના પ્રિન્સિપાલ ડો. પરેશ આર પટેલ,તથા સમગ્ર કોલેજ પરિવારના સ્ટાફગણ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button