હિંમતનગર માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રંગપૂર્ણી સ્પર્ધા નું ઇનામ વિતરણ કરવામાં આવ્યું..
હિંમતનગર માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રંગપૂર્ણી સ્પર્ધા નું ઇનામ વિતરણ કરવામાં આવ્યું..
ગણેશ મહોત્સવમાં આયોજન કરાયું હતું .
હિંમતનગરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ટીમ દ્વારા શહેર માં અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મહોત્સવ પર્વ નિમિત્તે નાના-નાના બાળકો દ્વારા ગણપતિદાદા ના ચિત્ર માં રંગપુર્ણી🎨 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું..
“KIDZZ AHED” “બચ્ચે હી આગે
“MY FRIEND GANESHA” સ્પર્ધામાં 4 થી 15 વર્ષ નાં બાળકોએ ભાગ લીધો હતો ,,ભાગ લેનાર બાળકોને આપણે પ્રોત્સાહિત કરવા માટે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ તરફ થી આ રંગપુર્ણી સ્પર્ધા માં પ્રથમ , દ્વિતીય , અને તૃતીય ક્રમે આવનાર બાળકોને ઈનામ અને સન્માન પત્રક આપવામાં આવ્યું હતું. તથા આ સ્પર્ધામાં ભાગ લેનાર બીજા બાળકોને સન્માન પત્રક અને સ્ટેશનરી કીટ પણ આપવામાં આવી હતી..
આ કાર્યક્રમ દરમિયાન પરમ પૂજ્ય સંત શ્રી ડો.ગૌરાંગશરણદેવાચાર્ય જી મહારાજશ્રી ના આશીર્વાદ બાળકોને મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંગઠન ના પદાધિકારીઓ હિઁમતનગર શહેર તથા જીલ્લાના આમંત્રિત કરેલ મહાનુભાવો, મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્ર્મ ના દાતાશ્રીઓ પણ ઊપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્ર્મ દરમિયાન જે દાતાશ્રીઓ નો મહત્તમ ફાળો રહ્યો છે એમનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રિય બજરંગ દળ ખૂબ ખુબ માને છે..
આ કાર્યક્ર્મ ને સફળ બનાવવા જિલ્લા ટીમ તથા શહેર ટીમ ના પદાધિકારીઓ ખૂબ ભારે જેહમત ઉઠાવી કાર્યક્ર્મ ને સફળ બનાવ્યો હતો…
અહેવાલ:- પ્રતિક ભોઈ