ઈડર સ્ટાફ નર્સ સાથે ડોક્ટર ગજેન્દ્ર ગઢવી દ્વારા માનસિક હેરેસમેન્ટ કરવામાં આવ્યું તબિયત લથડતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા.
અહેવાલ:- પ્રતિક ભોઈ
તારીખ -24 /2/ 2025 ના રોજ ઇડર સિવિલ હોસ્પિટલ માં ફરજ બજાવતા ડોક્ટર ગજેન્દ્ર ગઢવી દ્વારા સિનિયર સ્ટાફનર્સ બેન સાથે અભદ્ર વર્તન અને મેન્ટલ હેરેસ્ટમેન્ટના કારણે પોતાની જાતને અસુરક્ષિત સમજતા 100 નંબર પોલીસ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરેલ ત્યારબાદ તેઓ ની અચાનક તબિયત લથડતા તેઓ જમીન ઉપર ઢડી પડ્યા હતા. ત્યારબાદ તેઓને સારવાર માટે હિંમતનગર જી.એમ.ઈ આર.એસ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા .
ડોક્ટર ગજેન્દ્ર ગઢવી પર મેન્ટલી હેરેસ્ટમેન્ટ ભ્રષ્ટાચાર તેમજ ગત વર્ષે ડોક્ટર તરીકેના કાર્યોમાં પણ બેદરકારી દાખવી નવજાત શિશુ નું મરણ થયું હતું અને માતાનો જીવ જોખમમાં મુકાયો હતો. તેની ફરિયાદ પણ માનવ અધિકાર પંચમાં ચાલી રહી છે.
. ડોક્ટર ગજેન્દ્ર ગઢવી ગેરશિસ્ત અને ભ્રષ્ટાચાર ના આરોપો ના કારણે છેલ્લા દોઢ વર્ષમાં આઠ જેવી બદલીઓ થઈ છે.
ઇડરના રાજકીય પરિબળો ના સપોર્ટથી ડોક્ટર ગઢવી ની બદલી ઇડર સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી છે. આટલા ટૂંકા ગાળામાં આઠ બદલી ઓ કયા કારણોસર કરવામાં આવી છે તે તપાસનો વિષય છે. તેવું લોક મુખે સર્જાઈ રહ્યું છે. તાજેતરમાં મહિલા સ્ટાફનર્સ સાથે ગેરવર્તનું અને મેન્ટલી હેરસ્ટમેન્ટ ના કારણે તેઓ સાથે અન્યાય થયો છે ત્યારે પોલીસ તપાસ થશે કે કેમ ગજેન્દ્ર વિરુદ્ધ ખાતાકીય તેમજ પોલીસ એક્સન લેવા છે કે કેમ તે જોઈ રહ્યું
ગુજરાત સરકાર સામે મોટી ચેલેન્જ છે કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે કાયદો ને વ્યવસ્થા મહિલાઓની સુરક્ષા માટે હંમેશા પ્રતિબંધ રહે છે તે વાક્યને સાચા અર્થે સાબિત કરવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટ રાજકીય પરિબળ ના દબાણ હેઠળ કામ કરે છે કે લો એન ઓર્ડરનું પાલન કરે છે
તે જોવું રહ્યું