નિવૃત્ત BSF જવાન રાઠવા ગમીરભાઈનો સન્માન સમારંભ: પેરામિલિટરી જવાનોને યોગ્ય દરજ્જો અને સુવિધાઓની માંગ




**નિવૃત્ત BSF જવાન રાઠવા ગમીરભાઈનો સન્માન સમારંભ: પેરામિલિટરી જવાનોને યોગ્ય દરજ્જો અને સુવિધાઓની માંગ**
૩૮ વર્ષની દેશસેવા પૂરી કરી ઘરે પરત ફરતા નિવૃત્ત BSF પેરામિલિટરી જવાન રાઠવા ગમીરભાઈનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો. આ અવસરે જવાનનું ગામ વાચતેમાં સન્માન રેલી અને ત્યારબાદ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમારંભમાં પટેલ દિપેશભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ, તુલસીભાઈ રાષ્ટ્રીય મહામંત્રી, મંગળભાઈ રાષ્ટ્રીય મંત્રી, ઈનાયતભાઈ હાલોલ પ્રમુખ, નટવરભાઈ અમદાવાદ જિલ્લા પ્રભારી સહિત અનેક હોદ્દેદારો, સગા-સંબંધીઓ, ગામના સરપંચ, જિલ્લા પંચાયત સદસ્ય અને મોટી સંખ્યામાં સ્થાનિક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભને સંબોધતા પટેલ દિપેશભાઈએ જણાવ્યું કે, “પેરામિલિટરી જવાનોને એક્સમેનનો દરજ્જો શહીદીનો દરજ્જો અને કલ્યાણ બોર્ડ નું નિર્માણ થાય તે જ વીર જવાનો માટે સાચી શુભેચ્છા છે.” તેમણે ગમીરભાઈને સન્માનિત કરતાં કહ્યું કે આવા વીરોના યોગદાનને સમાજે યાદ રાખવું જોઈએ.
ઉપસ્થિત તમામ લોકોએ પેરામિલિટરી જવાનોને આ તમામ સુવિધાઓ મળવી જોઈએ તે અંગે ખુલ્લું સમર્થન આપ્યું હતું.
સમારંભ દરમિયાન “Dipesh Patel Paramilitary” યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની અપીલ કરવામાં આવી હતી. જવાનોના હક્ક માટે ચલાવવામાં આવતા અભિયાનમાં યોગદાન આપવા માટે હાકલ કરવામાં આવી.
આ પ્રસંગે એક જ અવાજે કહેવામાં આવ્યું કે, “જવાનોને હક આપો, નહીંતર સરકારને જનતાના પ્રેમની જગ્યાએ આક્રોશ અને વિરોધનો સામનો કરવો પડશે.”
આ સન્માન સમારંભ પેરામિલિટરી જવાનોના અધિકારો માટેના વ્યાપક અભિયાનનો એક ભાગ છે, જેમાં સમગ્ર રાજ્યમાં જનજાગૃતિનું કાર્ય ચાલી રહ્યું છે.
જયંતિ પરમાર સાબરકાંઠા



