સાબરકાંઠા ભાજપ દ્વારા જિલ્લાની કાર્યશાળા હિંમતનગર શહેરમાં યોજાઈ.
અહેવાલ:- પ્રતિક ભોઈ
દેશના સફળ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા બની ગયું છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તરફ આગળ વધી રહ્યું છે મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતા ઐતિહાસિક સિદ્ધિઓ સાથે કામ થઈ રહ્યા છે તેને સંકલ્પથી સિદ્ધિ સુધીની જાણકારી આપવા માટે સાબરકાંઠા ભાજપ દ્વારા જિલ્લાની કાર્યશાળા હિંમતનગર શહેરમાં યોજાઈ. જેમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશ ભાજપના મીડિયા સેલના કન્વીનર યજ્ઞેશભાઈ દવે એ વિકસિત ભારતનો અમૃતકાળ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના કામો વિશે જણાવેલ કે 11 વર્ષમાં ભાજપ પક્ષની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે સંકલ્પો કર્યા તે સિદ્ધ કર્યા છે. અગાઉની સરકારોએ મતો અલગ – અલગ તરીકાથી માંગ્યા હતા. જેમકે જ્ઞાતિ આધારિત – તેમજ અન્ય રીતે – આપણે વિકાસની રાજનીતિ કરી વિકાસના નામે મત માગ્યા, આપણે જે યોજના જેમ કે મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખી આરોગ્ય લક્ષી આયુષ્માન ભારત કાર્ડના કારણે વિકસિત દેશો પણ તેમના દેશોમાં આવી યોજનાઓ લાવી. યજ્ઞેશભાઈ દવેએ વધુ માહિતી આપતા જણાવેલ કે દેશમાં ૫૫ કરોડથી વધારે જનધન ખાતા ખોલ્યા જે વિશ્વમાં રેકોર્ડ છે. દસ કરોડ માતા – બહેનો માટે ગરીબ રેખા હેઠળ ગેસ આપ્યા. પ્રધાનમંત્રી જન ઔષધી હેઠળ 38 હજાર કરોડ દવાઓ માં બચત થઈ. 25 કરોડ લોકો ગરીબ રેખા માંથી બહાર આવ્યા. આજે ભારતમાં દરેક વ્યક્તિ 2014 પછી મોબાઈલથી ડિજિટલ પેમેન્ટ કરતા થયા. જમીનના સોઇલ કાર્ડ, મુન્દ્રા લોન માં જે આપી તેમાં 70% મહિલાઓને આપી મહિલા સ્વાવલંબન માં કાર્ય કર્યું. 44 લાખ કરોડ ખેડૂતોને સીધા ખાતામાં રકમ અત્યાર સુધીમાં આપી, 2014 પહેલા ભારતમાં દરરોજ પાંચ કિલોમીટર રોડ બનતા હતા. આજે દરરોજ 34 કિ.મી રોડ દરરોજ બને છે, 70 વર્ષમાં સાત એમ્સ હોસ્પિટલ હતી, આજે 23 એમ્સ હોસ્પિટલ બનાવી, દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ, આવા દેશમાં અસંખ્ય કામો થયા છે જે વિશ્વના દેશોમાં ન થયા હોય તેવા કામો થયા. યજ્ઞેશભાઈ દવે એ વધુમાં જણાવેલ કે આપણા જિલ્લામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન પણ કરવાનું છે સાથે વિકસિત ભારત સંકલ્પ સભા દરેક મંડલ માં કરવાની છે.
વયવંદના કાર્યક્રમ વિશે પણ યજ્ઞેશભાઈએ વિસ્તૃત જાણકારી આપી હતી. જળસંચય માટે પણ જણાવેલ કે વરસાદી પાણી જમીનમાં ઉતરે તેના માટે ડીઆરડી દ્વારા સહાય મળશે. જેમાં ધારાસભ્યની ગ્રાન્ટ અપાશે. આ કાર્યક્રમ મહાઅભિયાન તરીકે કામ કરવાનું છે. આવી કેન્દ્ર સરકારની અનેક યોજનાઓની વિસ્તૃત જાણકારી યજ્ઞેશભાઈ દવે એ આપી હતી. સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલે કરેલ અને જણાવેલ કે પ્રદેશની સૂચનાથી જે કાર્યક્રમો કરવાના છે તેમાં કાર્યકર્તા સાથે સમાજના આગેવાનોને પણ જોડીએ અને જન- જન સુધી પ્રચાર કરીએ. જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેનાએ મંડલ – શક્તિ કેન્દ્ર ઉપર ખાટલા બેઠકો, વયવંદના યોજનાની નોંધણી, યોગ દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ, શ્યામાપ્રસાદ મુખરજી બલિદાન દિવસ વિશે કાર્યક્રમની માહિતી આપી હતી. કાર્યક્રમના જિલ્લા ઇન્ચાર્જ તખતસિંહ હડીયોલે પણ જે કાર્યકર્તાઓની શું જવાબદારી છે તેમણે કેવી રીતે કામ કરવું તેની માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી વિજયભાઈ પંડ્યા એ કરેલ. આ જિલ્લાની કાર્યશાળામાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ જે. ડી. પટેલ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, લોકેશભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, અશ્વિનભાઈ કોટવાલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ પટેલ, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ નીલાબેન પટેલ સહિત સમગ્ર જિલ્લામાંથી અપેક્ષિત હોદ્દેદારો હાજર રહેલ.