હિંમતનગરમાં સાબરકાંઠા ભાજપ દ્વારા સદસ્યતા અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ
જિલ્લામાં નવા 4 લાખ સભ્યો બનાવવાનો અમારો લક્ષ્યાંક છે____કનુભાઈ પટેલ
ભાજપના સભ્ય બનવું એ ગૌરવની બાબત છે_____ગજેન્દ્રભાઈ સકસેના
હિંમતનગરમાં સાબરકાંઠા ભાજપના તમામ મોરચાની સદસ્યતા અંતર્ગત બેઠક યોજાઈ
ભારતીય જનતા પાર્ટી વિશ્વમાં સૌથી વધુ સભ્યો ધરાવતી લોકશાહી પાર્ટી છે
જેમાં 19 કરોડથી વધુ સભ્યો નોંધાયેલા છે સદસ્યતા અભિયાન અંતર્ગત આજરોજ હિંમતનગરમાં સાબરકાંઠા ભાજપા દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ ,જેમાં જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ કનુભાઈ પટેલ અને ભાજપા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેનાએ જણાવેલ કે દર છ વર્ષે સભ્યો ફરીથી સદસ્યતા નોંધાવે છે તેવું તેનું બંધારણ છે, દેશ સહિત તમામ જિલ્લા ઓમાં સદસ્યતા અભિયાન નો પ્રારંભ થયેલ છે ,બીજી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય પ્રમુખ નડ ડાજીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ ને પ્રાથમિક સભ્ય બનાવી તેની શરૂઆત કરી હતી ,જ્યારે ગુજરાતમાં પણ ગઈકાલે અમદાવાદ પંડિત દિન દયાલ હોલમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાહેબે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સભ્ય બનાવી શરૂઆત કરી હતી જેમાં ગુજરાત ભરમાંથી 1500 જેટલા અગ્રણી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા,
કનુભાઈ પટેલ અને ગજેન્દ્રભાઈ સક્સેનાએ વધુમાં જણાવેલ કે સાબરકાંઠા જિલ્લામાં પણ 2 લાખ 87 હજાર 390 સભ્ય હતા જેમાં નવા ચાર લાખ સભ્યો નોંધવાનો અમારો લક્ષ્યાંક છે 314 શક્તિ કેન્દ્ર માં તમામ બુથ તેમજ શહેરી વિસ્તારોમાં તમામ વોર્ડમાં આ કામગીરી પૂરી કરવાની છે દરેક બુથમાં 300 પ્રાથમિક સભ્યો બનશે જેથી ત્રણ સક્રિય સભ્યો ગણાશે અમે તમામ બુથમાં સંયોજક , પ્રભારીની પણ નિમણૂક કરી દીધી છે આજે ઉમિયા પરિવારમાં તમામ મોરચાની બેઠક જિલ્લાના તમામ મોરચાઓની બેઠક બોલાવી મોરચાઓને પણ સભ્યો બનાવવાની જવાબદારી સોંપેલી છે
આગામી 17 તારીખે નરેન્દ્ર ભાઈ મોદી નો જન્મદિવસ છે અને 25મી તારીખે પંડિત દિન દયાલજી ની જન્મ જયંતી હોવાથી આ દિવસોમાં અમે સદસ્યતા અભિયાન અંગે વિશેષ અભિયાન કરી લક્ષાંક પૂર્ણ કરીશું ભાજપને મજબૂત બનાવવાનો સોનેરી અવસર છે 8800002024 મિસ કોલ કરવાથી જે વિગત ભરશો તેમાં તમે પ્રાથમિક સભ્ય બની શકશો જે વ્યક્તિ સો પ્રાથમિક સભ્ય બનાવશે તે જ વ્યક્તિ સો રૂપિયા ભરી નમો એપમાં ડોનેટ કરી સક્રિય સભ્ય બની શકશે સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવેલ કે આપણા માટે ગૌરવની બાબત છે આપણે ભાજપના સભ્ય છીએ અને અમે બધા પણ પક્ષે જે સદસ્યતા માટે અમને જે લક્ષ્યાંક આપેલ છે તે પૂરું કરીશું
ધારાસભ્ય વી ,ડી ,ઝાલા એ જણાવેલ કે હું પણ 1980 માં અટલજીએ પ્રથમ અધિવેશન મુંબઈમાં પક્ષની સ્થાપના કરી હતી ત્યારે તેનો સાક્ષી હતો આપણે બધા પંડિત દિન દયાલ જીના વિચારો સાથે આગળ વધીએ છીએ અને સૌ પત્રકારો પણ અમને કોઈ કામમાં ધ્યાન દોરો છો તેની પણ અમે નોંધ લઈ સહયોગ આપીએ છીએ પક્ષના સદસ્યતા અભિયાનમાં તમે પણ તમારા પરિવારમાં સભ્ય બનાવશો અને આ સૌથી મોટી પાર્ટીમાં સહયોગી બનશો તેવી આશા રાખું છું
જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા એ કાર્યક્રમનું સંચાલન કરી જણાવેલ કે અમે જિલ્લા ભાજપ વતી તમામ પત્રકારો નો આભાર માનીએ છીએ આ પ્રસંગે સાંસદ રમીલાબેન બારા, જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહજી રહેવર, જિલ્લા સદસ્યતા અભિયાનના ઇન્ચાર્જ અશ્વિનભાઈ પટેલ સહ ઇન્ચાર્જ પ્રજ્ઞાબેન પટેલ સહિત પત્રકાર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
જ્યારે આજરોજ હિંમતનગર શહેરમાં ઉમિયા પરિવારમાં સાબરકાંઠા જિલ્લાના તમામ મોરચાઓની સદસ્યતા અંગે બેઠક યોજાઈ હતી જેમાં મહિલા મોરચો, યુવા મોરચો અનુસૂચિત જાતિ મોરચો ,અનુસૂચિત જનજાતિ મોરચો બક્ષીપંચ મોરચો વગેરે મોરચા ઓના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા,,,,,
અહેવાલ:- પ્રતિક ભોઈ
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel