પાલનપુરમાં કાળઝાળ ગરમી મા પશુઓ માટે પાણી ના ટાંકાનું ફ્રી માં વિતરણ, પશુ માટે પાણી ની પરબ

17 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ધમ ધોકાર તાપ મા પશુ પક્ષી તો શું મનુષ્ય પણ ત્રાહિમામ પોકારી ઉઠે છે , ત્યારે પાલનપુર માં જીવદયા ની મહેક ઉઠવા પામી છે. શહેર માં ગૌમાતા માટે પીવાના પાણીના ટાંકા મુકવા માં આવ્યા તારીખ 16.03.2025 સુધીમાં ૧૫ દિવસમાં ૫૦ પાણી ની ટાંકીઓ જીવદયાપ્રેમી ઠાકોરદાસ ખત્રી હસ્તે વિતરણ કરવામાં આવી.પાલનપુરમાં પાણી ના ટાંકા અલગ-અલગ સોસાયટીમાં મૂકવામાં આવ્યા. ધક ધકતા તાપ ૪૦ થી ૪૨ ટેમ્પરેચર મા જો આ માનવી પણ શહેર માં ફરી ન શકે તો આ મૂંગાઓ નું કોણ ?પાલનપુર માં સ્વ. ડો. હીરાલાલ બી. મહેતા મુંબઈ ની સ્મૃતિ મા ૫૦ જેટલા ટાંકા આપવાનું નક્કી કર્યું છે. જીવદયા પ્રેમી શ્રી ઠાકોરદાસ ખત્રી સારા ભાવે મહેનત કરી એરિયા પ્રમાણે જે જીવદયા પ્રેમી રોજ સફાઈ કરી પાણી ભરશે અને તેના ફોટા વિડીયો WhatsApp ગ્રુપ મા મોકલશે તેમને જ ટાંકા આપવા માં આવશે તેવું નક્કી થયેલ. પ્રાણીઓ માટે ટાંકા માં દરરોજ ચોખ્ખું પાણી ભરશો તો તમને મુંગા અને અબોલ પશુઓની ના આર્શીવાદ મળશે આવી રીતે જીવદયા ના ઉત્તમ કાર્ય કરતા રહેશો. ગૌમાતા, સ્વાનનો માટે પાણી ના ટાંકા પાલનપુર શહેરી વિસ્તાર મા પાણીના ટાંકી નું જીવ દયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી હસ્તે સંચાલન કરવામાં આવી રહ્યું છે આ સેવા કાર્યમાં જીવદયાપ્રેમી ઠાકોર દાસ ,પરાગભાઈ સ્વામી, કાર્તિક ખત્રી પિન્કીબેન ખડાલિયા ચેતનભાઇ દરજી, નિરવભાઈ માળી સોનુભાઈ રેડિયમ વાળા. મનીષ પરમાર રાકેશભાઈ બાપજી. જીગ્નેશભાઈ પરમાર દિનેશભાઈ શર્મા મહેશભાઈ ઠક્કર. રાજુભાઈ ડાભી. પવન સોની. વગેરે લોકોએ સારી મહેનત કરી આ જીવદયા યજ્ઞ માં અન્ય લોકો ને પણ પ્રેરણા પૂરી પાડેલ. મુંબઈ થી શ્રી કમલેશભાઈ તેમજ નિરવભાઈ એ સહયોગ પુરો પાડેલ. જીવદયા પ્રેમી શ્રી ગૌતમભાઈ કેલા એ સર્વે દાતા તેમજ જીવદયા પ્રેમીઓ નું ખુબજ દિલ થી આભાર માન્યો હતો. 🦜🐄🐕




