*સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘ કાર્યકારી પ્રમુખ વરણી.*
અહેવાલ:- પ્રતિક ભોઈ
*સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘ કાર્યકારી પ્રમુખ વરણી.*
હિંમતનગર સ્થિત આર.ડી.પટેલ આચાર્ય ભવન મુકામે જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ હરેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ મળેલ. જેમાં વર્તમાન આચાર્ય સંઘ પ્રમુખશ્રી કિરણભાઈ પટેલ નિવૃત્ત થતા હોઇ તેમની જગ્યાએ સિનિયર જિલ્લા ઉપપ્રમુખ અને રતનપુર હાઈસ્કૂલના આચાર્ય મોગજીભાઈ પટેલની સર્વસંમતિથી જિલ્લા આચાર્ય સંઘની કારોબારી સભ્યો, દરેક તાલુકા આચાર્ય સંઘ પ્રમુખોની ઉપસ્થિતિમાં નવીન કારોબારીની રચના ન થાય ત્યાં સુધી વચગાળાના કાર્યકારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ભાનુભાઈ પટેલ જિલ્લા આચાર્ય સંઘના ઉપપ્રમુખ ગજેન્દ્રભાઈ પટેલ, સુનિલભાઈ પટેલ, પી.બી.પટેલ, ગુણવંતસિંહ કુમપાવત, રાજ્ય કારોબારી સનત નાયક, નિશ્ચલ મોદી, ભગવાનદાસ પટેલ, સારસ્વત મંત્રીશ્રી રાજેન્દ્રસિંહજી રહેવર, કલ્યાણ નિધિમંત્રી રાજેશભાઈ પટેલ, દક્ષાબેન પટેલ, વિનુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે જ્યોતિ હાઇસ્કુલ, ખેડબ્રહ્માના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે સંગઠનની એકતાને અખંડિત રાખી અને આગળ વધવાની શિખામણ સાથે આભાર વિધિ કરી હતી.



