એડીશનલ સેશન્સ કોર્ટ, મહેસાણાના પકડ વોરંટ આધારે નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.,

એડીશનલ સેશન્સ કોર્ટ, મહેસાણાના પકડ વોરંટ આધારે નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.,
સાબરકાંઠા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ.
જે સુચના અન્વયે પો.ઈન્સ.શ્રી.એ.જી.રાઠોડ,એસ.ઓ.જી.સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ હિંમતનગર પો.સ્ટે.વિસ્તારમાં એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે પેટ્રોલીંગમાં હતો દરમ્યાન અ.હે.કોન્સ.ભાવેશકુમાર રામજીભાઈ બ.નં-૫૬૨ નાઓને મળેલ ખાનગી બાતમી હકિક્ત અન્વચે એડીશનલ સેશન્સ જજ સાહેબશ્રી, મહેસાણા નાઓની કોર્ટના સેશન્સ કેસ નં-૧૧/૨૦૧૨ ના કામનો પકડ વોરંટનો આરોપી હબીબ ઉર્ફે ડલકા કાસમ સિંધી હાલ રહે. કિફાયતનગર તા. હિંમતનગર જી. સાબરકાંઠા મુળ રહે. અમરપુર પાટી, તા.સાંતલપુર જી.પાટણવાળો હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. વિસ્તારના કિફાયતનગર પાટીયા ખાતે રોડ ઉપરથી મળી આવતાં સદરી આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી સારૂ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
(૧) અ.હે.કોન્સ. ભાવેશકુમાર રામજીભાઈ
(૨) આ.પો.કોન્સ. જયરાજસિંહ કેશરીસિંહ
(૩) આ.પો.કોન્સ. રોહિતકુમાર બાબુભાઇ




