સાબરકાંઠામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગામ્ય કક્ષાએ સીએલએફ દ્વારા સખી કાર્યક્રમ યોજાયો
*સાબરકાંઠામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગામ્ય કક્ષાએ સીએલએફ દ્વારા સખી કાર્યક્રમ યોજાયો*
*જિલ્લામાં કુલ ૩૮ સીએલએફની ૭૬૦૦ બહેનો કાર્યક્રમ ઉપસ્થિત રહી*
****
સાબરકાંઠા જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લામાં ગામ્ય કક્ષાએ સીએલએફ દ્વારા સખી કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ ૧૭ મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી કે પી પાટીદારની આગેવાની હેઠળ સાબરકાંઠા જિલ્લામાં NRLN અને SBM યોજના અંતર્ગત જિલ્લાના તમામ ક્લસ્ટર લેવલ ફેડરેશન સીએલએફ દ્વારા સ્વ સહાય જૂથની મહિલાઓ દ્વારા જુદા જુદા ગામોમાં અને વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત સખી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ સખી અને પશુ સખી દ્વારા બહેનોને વર્મી કમ્પોસ્ટ, ઘન જીવામૃત, જીવામૃત ,સ્વચ્છતા અંગેનું માર્ગદર્શન આપ્યુ હતુ.સ્વચ્છતા જાળવવામાં મહિલાઓની ભૂમિકા મહત્વની હોય છે. આ કાર્યક્રમમાં મહિલાઓને પશુ રહેઠાણની જગ્યાએ સ્વચ્છતા રાખવા અંગે વાત કરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા અંતર્ગત યોજાયેલા આ સખી કાર્યક્રમમાં જુદા જુદા વિસ્તારમાં જિલ્લાની ૭૬૦૦ બહેનો કાર્યક્રમ ઉપસ્થિત રહી હતી.
અહેવાલ:- પ્રતિક ભોઈ