PRANTIJSABARKANTHA

પ્રાંતિજની મજરા પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શ્રી જેનુ દેવન (આઈએએસ)ની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

*ઉજવણી… ઉલ્લાસમય શિક્ષણની: કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024*
****
*પ્રાંતિજની મજરા પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શ્રી જેનુ દેવન (આઈએએસ)ની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો*
**
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાની મોટા પોયડા, મજરા પ્રાથમિક શાળા અને ભૈરવનાથ વિદ્યા મંદિર હાઇસ્કુલ મજરા ખાતે શ્રી જેનુ દેવન (આઈએએસ) સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ ડ્યુટી એન્ડ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશનને ઉપસ્થિત રહી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ભૂલકાઓને શાળામાં પ્રેમપૂર્વક આવકાર્યા હતા.

આઈએએસશ્રી જેનુ દેવને પ્રાંતિજની મોટા પોયડા, મજરા પ્રાથમિક શાળા અને ભૈરવનાથ વિદ્યા મંદિર હાઇસ્કુલ ખાતે ઉપસ્થિત રહી બાળકોનું નામાંકન કરાવ્યું હતું. જેમાં આંગણવાડીમાં ૧૦ બાલવાટિકા ૩૮ અને ધોરણ એકમાં ૧ તેમજ ધોરણ નવમાં ૭૫ બાળકો અને ધોરણ ૧૧ માં ૫૧ વિધાર્થીઓનું નામાંકન કરાવ્યું હતું.
આ પ્રસંગે આઈએએસશ્રી જેનુ દેવને જણાવ્યું હતું કે, શિક્ષણએ ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખોલવાની અમૂલ્ય ચાવી છે. જેના થકી આકાશમાં ઊંચી ઉડાન પણ ભરી શકે છે. શિક્ષણએ જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો છે.શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થકી શાળાઓમાં બાળકોનું સો ટકા નામાંકન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે વાલીઓ જાગૃત બની બાળકોના શિક્ષણ માટે પ્રયત્નશીલ બની. બાળકોને ભવિષ્યમાં જે પણ કરો તેમાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે, ખેતી કરવા માટે પણ શિક્ષણ
જરૂરી છે. શિક્ષણનો પાયો મજબૂત બનાવો.

આ કાર્યક્રમ દરમિયાન શાળા પરિવારના તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે શાળાની એક દીકરીના અંગ્રેજીમાં ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ્સ પર આપેલ વ્યાખ્યાન માટે ખાસ સન્માન કરાયું.

આ કાર્યક્રમની સાથે શાળાના ધોરણ આઠના વિદ્યાર્થીઓની વાંચન ગણન કૌશલ્ય ચકાસી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.

આ કાર્યક્રમમાં વાણિજ્ય વેરા અધિકારીશ્રી,શાળાના આચાર્યશ્રી, શિક્ષકમિત્રો, ગ્રામજનો સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:- પ્રતિક ભોઈ પ્રાંતિજ

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button