IDARSABARKANTHA

પી.એમ. શ્રી જવાહર નવોદય વિદ્યાલય, વીરપુર દ્વારા વિવિધ સેવાઓ માટે ટેન્ડર બાબત

પી.એમ. શ્રી જવાહર નવોદય વિદ્યાલય, વીરપુર દ્વારા વિવિધ સેવાઓ માટે ટેન્ડર બાબત
*
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની પી.એમ. શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, વીરપુર દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ ચીજવસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવા માટે રસ ધરાવતા વ્યક્તિઓ કે સંસ્થાઓ પાસેથી સીલબંધ ટેન્ડરો આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ટેન્ડર પ્રક્રિયામાં કિરાણા આઈટમ, શાકભાજી અને ફળો, હેર કટિંગ, ધોબી કામ અને ટકશોપ જેવી સેવાઓ તેમજ ભંગાર (ખાલી તેલના ડબ્બા અને ન્યૂઝ પેપર) ના વેચાણનો સમાવેશ થાય છે. આ તમામ સેવાઓ અને સામગ્રી ટેન્ડરની શરતો મુજબ ૩૦ એપ્રિલ ૨૦૨૭ સુધી પૂરી પાડવાની રહેશે.

રસ ધરાવતા અરજદારોને જે.એન.વી. વીરપુર કાર્યાલય અથવા વિદ્યાલયની સત્તાવાર વેબસાઈટ પરથી ટેન્ડર ફોર્મ મેળવી શકશે. કોરા ટેન્ડર ફોર્મ મેળવવાની અંતિમ તારીખ ૧૪ મે ૨૦૨૬ (સાંજે ૪:૦૦ વાગ્યા સુધી) નક્કી કરવામાં આવી છે. જ્યારે સંપૂર્ણ વિગતો સાથે ભરેલા ટેન્ડર ફોર્મ પરત કરવાની છેલ્લી તારીખ ૧૬ મે ૨૦૨૬ (સાંજે ૪:૦૦ વાગ્યા સુધી) રહેશે.

પ્રાપ્ત થયેલા ટેન્ડરો ૧૯ મે ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આચાર્યશ્રીની ઓફિસ, પી.એમ. શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, વીરપુર ખાતે ખોલવામાં આવશે. વધુ માહિતી માટે સંબંધિત પક્ષોએ કચેરી સમય દરમિયાન વિદ્યાલયના કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે.એમ પ્રાચાર્યશ્રી પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય બી એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!