ઈડરના રાવોલ ખાતે મુખ્ય શિક્ષકશ્રી ઈશ્વરભાઈ પટેલનો વય નિવૃત્તિ સમારંભ યોજાયો
અહેવાલ:- પ્રતિક ભોઈ
*ઈડરના રાવોલ ખાતે મુખ્ય શિક્ષકશ્રી ઈશ્વરભાઈ પટેલનો વય નિવૃત્તિ સમારંભ યોજાયો*
****
સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકાની રાવોલ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાની અધ્યક્ષતા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખશ્રી દિગ્વીજય સિંહ જાડેજાની ઉપસ્થિતિમાં શાળાના મુખ્ય શિક્ષકશ્રી ઈશ્વરભાઈ પ્રભુદાસ પટેલનો વય નિવૃત્તિ સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમજ શાળા પરિવારે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. મહાનુભાવોના હસ્તે શાળાના મુખ્ય શિક્ષકશ્રી ઈશ્વરભાઈ પટેલને વય નિવૃત્તિ અંગે શુભેચ્છાઓ પાઠવી સન્માન પત્ર આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સૌ મહાનુભાવો એ વય નિવૃત્તિ બાદનું જીવન નિરોગીમય રહે અને સુખમય રીતે વ્યતિત થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
શાળાના મુખ્ય શિક્ષકશ્રી ઈશ્વરભાઈ પટેલની વય નિવૃત્તિ થતા શાળા પરિવાર, સ્નેહીજનો તેમજ બાળકો ભાવુક થયા હતા.
આ કાર્યક્રમમાં પૂર્વ સરપંચ શ્રી નર્મદભાઈ ત્રિવેદી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રી શ્રી જૈમિનભાઈ પટેલ, નિવૃત ડીવાયએસપી શ્રી બળદેવભાઈ રબારી, શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
******