SABARKANTHA

હિંમતનગર ખાતે જિલ્લા પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક કમિટીના ચેરપર્સનશ્રી કું. કૌશલ્યા કુંવરબાની અધ્યક્ષતા યોજાઇ

*હિંમતનગર ખાતે જિલ્લા પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક કમિટીના ચેરપર્સનશ્રી કું. કૌશલ્યા કુંવરબાની અધ્યક્ષતા યોજાઇ*
*************

સાબરકાંઠા જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીના ચેરપર્સનશ્રી કું કૌશલ્યા કુંવરબાની અધ્યક્ષતા તેમજ અધિક આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ચારણની ઉપસ્થિતિમાં આરોગ્ય શાખા જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં નવીન સોનોગ્રાફી રજીસ્ટ્રેશન માટે આવેલ દરખાસ્તને બારીકાઇથી તપાસીને એક સોનોગ્રાફી રજીસ્ટ્રેશનની મંજુરી આપવામાં આવી હતી. તેમજ ત્રણ સોનોગ્રાફિ રીન્યુઅલની દરખાસ્તનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ચેરપર્સનશ્રી કુ કૌશલ્યા કુવરબાએ જણાવ્યુ હતુ કે જિલ્લામાં જાતિપ્રમાણ વધે તે માટે પીસી એન્ડ પીએન ડીટી કમિટી થકી વધુ ને વધુ અવનવા પ્રયત્નો થાય એ અપેક્ષિત છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે જે ગામમાં જાતિપ્રમાણ દર વધુ હોય તે ગામને પ્રોત્સાહિત કરવું જેથી જિલ્લાના બીજા ગામોને પણ પ્રેરણા મળી રહે. આ બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!