સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલ પ્રસિદ્ધ ચિત્ર વિચિત્ર મહાદેવ મંદિર ખાતે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામા આવી હતી
અહેવાલ:- પ્રતિક ભોઈ
નાબાર્ડ બેન્કના આર્થિક સહયોગથી શ્રી માનવ ઉત્થાન ટ્રસ્ટ ઘ્વારા આજ રોજ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલ પ્રસિદ્ધ ચિત્ર વિચિત્ર મહાદેવ મંદિર ખાતે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામા આવી હતી આ કાર્યક્રમમા 250 થી પણ વધારે બેહેનો ઉપસ્થિત રહી હતી કાર્યક્રમમા શ્રી મનોજ હરચંદાની (ડી. ડી. એમ, નાબાર્ડ,સાબરકાંઠા ), ચૌધરી સાહેબ ( બેન્ક ઓફ બરોડા, લીડ ડિસ્ટ્રિક્ટ મેનજર ), શ્રીમતી સરોજ બહેન ( તાલુકા લાઈવલીહૂડ મેનેજર, મિશન મંગલમ) સોનલ બહેન સોલંકી ( જિલ્લા પંચાયત સદસ્ય ),
અમરસિંહ ચૌહાણ ( ડાયરેક્ટ શ્રી માનવ ઉત્થાન ટ્રસ્ટ ) હાજર રહ્યાં હતા અને મહેમાનો ઘ્વારા સરકારી યોજનાઓ, મહિલા શસક્તિકરણ, બેન્કિંગ યોજનાઓ, વગેરે જેવા વિષયો પર વાત કરવામાં આવી હતી,
3 બહેનો એ ખેતી ક્ષેત્રે વિસ્તારમા સારા પ્રદશન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા અને બાકી બહેનોને ગિફ્ટ આપી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી,