ધી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.૬૭મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ
અહેવાલ:- પ્રતિક ભોઈ
ધી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.૬૭મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ
આજરોજ તારીખ 28/6/ 2025 શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર, કાંકરોલ ખાતે થી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા બેંકના અધ્યક્ષ શ્રીમતી હંસાબેન મુકેશભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને થઈ. આ પ્રસંગે તાજેતરમાં પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ પ્રવાસીઓ તથા અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન પામેલ દુઃખાઝ્માઓના આત્માને શાંતિ માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારબાદ બેંકના વાઇસ ચેરમેનશ્રી ભીખાજી ડામોર, અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક થયેલ હોઈ બેંકના ચેરમેનશ્રી તથા બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રી દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવેલ. અટલ પેન્શન યોજનામાં બેંકની પ્રશંશનીય કામગીરીને ધ્યાનમાં રાખી બેન્કના ચેરમેનશ્રીને વિશિષ્ટ સન્માન આપી શ્રેષ્ઠતા પુરસ્કાર એવોર્ડ પણ લોકાર્પણ કરવામાં આવેલ હતો .
આ પ્રસંગે સાધારણ સભા માં ઉપસ્થિત સહકાર ભારતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશભાઈ એ. પટેલ તથા સાબરકાંઠા ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી જેઠાભાઈ પટેલ, બેંકનું નિયામક મંડળ, સહકારી સંસ્થાના આગેવાનો અને બેંકના સભાસદો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા તાજેતરમાં પૂર્ણ થયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જંગી બહુમતી થી ચૂંટાયેલા બેંકના ડિરેક્ટર શ્રી પંકજભાઈ રામજીભાઈ પટેલ તથા બેંકના પૂર્વ ડિરેક્ટર શ્રી ગોપાળ ભાઈ મોહનભાઈ પટેલ નું વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ હતું. બેંકની વાર્ષિક સાધારણ સભાના એજન્ડા મુજબની કામગીરી બેંકના ચીફ એક્ઝિક્યુંટીવશ્રી દ્વારા હાથ ધરાતા સભામાં ઉપસ્થિત તમામ સભાસદો તેમજ મંચસ્થ મહાનુભાવોએ સર્વાનું મતે બહાલ રાખતા સાચી સહકારિતા ના દર્શન કરાવ્યા.
અંતમાં આભાર વિધિ બેંકના વોઇસ ચેરમેનશ્રી અરવલ્લી જિલ્લા પ્રમુખ શ્રી ભીખાજી ડામોર સાહેબ સભામાં ઉપસ્થિત સર્વેનો આભારમાની બેંકની વિકાસયાત્રામાં આવો સાથ સહકાર આપતા રહેશો તેવી આશા વ્યક્ત કરી આશાવાદ સાથે સભાની પૂર્ણાહુતિ જાહેર કરી.