HIMATNAGARSABARKANTHA

ગાંધીનગર અને હિંમતનગર તેમજ ઈડર ખાતે વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લેતા ભારતીય કિસાન સંઘ ના રાષ્ટ્રીય મંત્રીશ્રી બાબુભાઈ કે પટેલ અને પ્રતિનિધિ મંડળ.

અહેવાલ :- પ્રતિક ભોઈ

ગાંધીનગર અને હિંમતનગર તેમજ ઈડર ખાતે વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લેતા ભારતીય કિસાન સંઘ ના રાષ્ટ્રીય મંત્રીશ્રી બાબુભાઈ કે પટેલ અને પ્રતિનિધિ મંડળ. ભારતીય કિસાન સંઘ સતત ખેડૂતોના પ્રશ્નો માટે રાત દિવસ જોયા વગર છેલ્લા 37 વર્ષથી ગુજરાત રાજ્યમાં અવરિત પણ એ સતત બેઠકો દેખાવા ધરણા તેમજ સંકલન કરી ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહેલ છે જેના અનુસંધાનમાં દર માસે દરેક તાલુકાઓની મીટીંગો તેમજ જિલ્લાઓની મીટીંગો અને પ્રદેશ લેવલે સંગઠનની મીટીંગો થયેલ છે પરંતુ સતત પ્રશ્નો અંગે પ્રતિનિધિ મંડળ અવારનવાર સરકારશ્રી સાથે કે કર્મચારીઓ સાથે મુલાકાત કરી પ્રશ્નનો નિરાકરણ કરતા હોય છે એ જ અનુસંધાનમાં આજે ઇડર તાલુકા ખાતે બાજરીની ખરીદીના સેન્ટરમાં રાષ્ટ્રીય મંત્રીશ્રી બાબુભાઈ કે પટેલ પ્રદેશના પ્રચાર પ્રસાર પ્રમુખશ્રી અમૃતભાઈ અને વિજયનગર ના પૂર્વ પ્રમુખ શ્રી જેન્તીભાઈ અને સાબરકાંઠા જિલ્લાના જળ આયામ ના દિનેશભાઈ પટેલ સાથે નટુભાઈ મુલાકાત લઈ વિવિધ ખરીદીના પ્રશ્નો અંગે ચર્ચા કરેલ હતી અને ત્યારબાદ લેન્ડ રેકર્ડ ના અધિકારી શ્રી હિંમતનગર સાથે જિલ્લાના પ્રશ્નો અંગે ચર્ચા કરેલ ત્યારબાદ જિલ્લાના સિંચાઈના અધિક્ષક ઇજનેર શ્રી એમ એલ પટેલ સાહેબ સાથે જિલ્લાના સિંચાઈના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરેલ હતી. બાદમાં જિલ્લા પંચાયતમાં જિલ્લા ખેતીવાડી અધિકારી ભાવેશ જોષી સાથે કૃષિ પ્રગતિ એપ અને સાબરકાંઠાના ખેડૂતોની વિવિધ યોજનાલક્ષી માહિતી અને મૂંઝવણો વિશે ચર્ચા કરી હતી ત્યારબાદ ગાંધીનગર ખાતે ખેતી નિયામક શ્રી તરીકે પી પ્રકાશભાઈ રબારી સાહેબ ને અભિનંદન પાઠવી ગુજરાતના ખેડૂતોને વિવિધ યોજનાઓ માં પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરેલ હતી ત્યારબાદ કૃષિ યુનિવર્સિટી દ્વારા અરવલ્લી જિલ્લાના વાત્રક ખાતે નવીન કેવીકે શરૂ કરવા અંગે થયેલ ચર્ચા અંગે શ્રી ડી.કે પટેલ સાથે વાર્તાલાપ કરી માહિતી મેળવેલ હતી અને ત્યારબાદ મહેસુલના પ્રશ્નો અંગે પણ અધિકારીઓ સાથે મુલાકાત કરેલ હતી અને અંતે સિંચાઈ ના સચિવ શ્રી એમ ડી પટેલ સાહેબ સાથે સિંચાઈના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરેલ હતી

Back to top button
error: Content is protected !!