GUJARATMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદના જુના દેવળીયા ગામ નજીકથી પાંચ માસથી નાસતો ફરતો પ્રોહિબીશનના ગુનાના વોન્ટેડ આરોપી ઝડપાયો 

 

Halvad:હળવદના જુના દેવળીયા ગામ નજીકથી પાંચ માસથી નાસતો ફરતો પ્રોહિબીશનના ગુનાના વોન્ટેડ આરોપી ઝડપાયો

 

 

હળવદના જુના દેવળીયા ગામેથી પાંચ માસથી નાસતો ફરતો પ્રોહિબીશનના ગુનાના વોન્ટેડ આરોપીને મોરબી એલસીબીની ટીમે ઝડપી પાડયો છે. પકડાયેલ આરોપી ઉપર અગાઉથી ૨૨ જેટલા ગુનાઓ નોંધાયેલ છે.

મોરબી એલસીબી પોલીસ ટીમના હેડ કોન્સ. ચંદુભાઇ કાણોતરા, શકિતસિંહ ઝાલા, કોન્સ. દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલાને સંયુકતમાં ખાનગીરાહે હકિકત મળેલ કે હળવદ પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહી.ના ગુનાનો પાંચ માસથી નાસતો ફરતો અને અગાઉ મારામારી, ચોરી, જુગાર, પ્રોહીબીશનના ગુનામાં ઘણી વખત પકડાયેલ આરોપી વિજય જયંતિભાઇ અઘારા હાલ જુના દેવળીયા ગામ ખાતે હાજર હોય જે મુજબની બાતમીને આધારે એલસીબી ટીમ દ્વારા જુના દેવળીયા ગામે તપાસ કરતા આરોપી વિજય જયંતીભાઈ અઘારાને ઝડપી પાડી હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશન હવાલે કરાયો હતો. પકડાયેલ આરોપી વિજય અઘારા બહુ મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના વિરુદ્ધ મોરબી જીલ્લાના વિવિધ પોલીસ મથકો તેમજ રાજકોટ, અમદાવાદ અને સુરેન્દ્રનગર જીલ્લાના મથકોમાં દારૂ, ચોરી, જુગાર અને મારામારી જેવા કુલ ૨૨ ગુનાઓમાં નામ નોંધાવી ચુક્યો છે.

Back to top button
error: Content is protected !!