HIMATNAGARSABARKANTHA
ઇડર તાલુકાના પોશીના ગામમાં વાય એન વ્યાસ હાઇસ્કુલ સુવર્ણ મહોત્સવ કાર્યક્રમ યોજાયો
અહેવાલ :- પ્રતિક ભોઈ
ઇડર તાલુકાના પોશીના ગામમાં વાય એન વ્યાસ હાઇસ્કુલ સુવર્ણ મહોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં ટ્રસ્ટીઓ તથા બહાર થી આવેલા મહેમાનો તથા એ સ્કૂલમાં ભણીને અત્યારે ગુજરાત સરકારમાં સેવા આપી રહેલા એવા વિદ્યાર્થીઓ તથા પોશીના ગામનું ગૌરવ એવા સી પી પટેલ સાહેબ તેમજ એમ એચ પટેલ સાહેબ તથા અન્ય વિદ્યાર્થીઓ પણ હાજર રહેલા હતા તથા સ્કૂલમાં ભૂતકાળ માં પ્રિન્સિપાલ નો કાર્યભાર સંભાળેલો હતો તેવા પ્રિન્સિપાલો જેવા કે સી એમ ચૌહાણ સાહેબ દવજી ભાઈ સાહેબ ફલજીભાઈ પટેલ સાહેબ તથા ગામજનો વડીલો સર્વે સુવર્ણ જયંતી ના કાર્યક્રમમાં બહુ જ ઉત્સાહથી અને આનંદથી હાજરી આપી હતી વિશેષમાં ઇડર વડાલી વિધાનસભાના કાર્યરત ધારાસભ્ય રમણલાલ વોરા સાહેબ જણાવ્યું હતું કે શાળા એક મંદિર છે જ્યાં બાળકો ના સંસ્કારોનું સિંચન થાય છે એ વાત કરીને સર્વગામ જનોની ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી