વેજલપુર નવોદય વિદ્યાલયમાં સદભાવના મિશન ક્લાસ બહારપૂરા નો ગરીબ વિધાર્થીએ પ્રવેશ મેળવતા ખુશીની લહેર છવાઈ.

તારીખ ૧૦/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમાં કેટલાય વર્ષોથી બહારપૂરા સ્લમ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ કરાવવામાં આવે છે.
લારા હોસ્પિટલના ખ્યાતનામ એવા ડૉ સુજાત વલી ના માર્ગદર્શન હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ મળી રહે અને શિક્ષણથી વંચિત ન રહી જાય તે હેતુથી સ્લમ વિસ્તારમાં રહેતા મજુરી કામ કરતા એવા સમાજના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે.
સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ કરતા ચૌહાણ હેત રાકેશભાઈ એ ધોરણ ૦૧ થી અહીંયા અભ્યાસ કર્યો છે ધોરણ ૦૫ ની નવોદય વિધાલયની પરીક્ષા આપી હતી જેમા કોલીફાઈડ કરી મેરિટમાં આવી તરતજ તેમને કાલોલ તાલુકાના વેજલપુર ગામ ખાતે આવેલી નવોદય વિદ્યાલયમાં પ્રવેશ આપવામા આવ્યો હતો જે સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના સ્થાપક અને લારા હોસ્પિટલના ખ્યાતનામ એવા ડૉ સુજાત વલી તથા શિક્ષક ઈમરાનભાઇ ખુશીની લાગણી અનુભવે છે.
વધુમાં ચૌહાણ હેત રાકેશભાઈએ જણાવ્યું હતું કે સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ 5 વર્ષ કર્યો હતો જેમા મને ધણુ શિક્ષણ કોચિંગ, રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, અને પ્રવાસ કર્યો હતો. મને ધણી સીખ શિસ્તા અને સંસ્કાર પણ મળ્યા હતા તેથી મને સફળતા મળી છે આજે પણ હુ મારી કોચિંગ ક્લાસ અને મારા શિક્ષક ઈમરાન સર તથા ડૉ. સુજાત વલી સર ને હું જીવનભર નહી ભુલુ. મને મારી સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરા ખુબ જ યાદ આવે છે જે હું કદુ ભુલી શકતો નથી.
સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના સંચાલક ડૉ.સુજાત વલી અને 15 વર્ષે થી શિક્ષણ કોચિંગ આપતાં શિક્ષકશ્રી ઈમરાનભાઇ તથા તમામ વાલીઓ અને બાળકોએ ચૌહાણ હેત રાકેશભાઈ તથા તેમના પરિવાર ને અભિનંદન પાઠવ્યા હતા.






