સેવા સાથે સાધના એટલે સરગમ નવરાત્રી મહોત્સવ
જામનગરમાં લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરગમ નવરાત્રી ઉત્સવ
વૈવિધ્યસભર પ્રાચીનતમ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગરબા મહોત્સવ
જામનગર (નયના દવે દ્વારા)
યુવાનો/યુવતિઓમાં વ્યકિત વિકાસ તથા વ્યક્તિત્વ વિકાસ માટે પ્રયત્નશીલ સંસ્થા એટલે લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ – જામનગર, સમગ્ર વર્ષ દરમિયાન અનેક સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, આરોગ્યલક્ષી સેવાકિય તેમજ વિકાસલાક્ષી, પ્રવૃતિઓ જેમ કે તાલીમ વર્ગો, બેઠકો, શિબીરો, વિભિન્ન ઉત્સવોનું આયોજન, મેડીકલ કેમ્પ વગેરેનું આયોજન કરે છે. આ ટ્રસ્ટની સમગ્ર જામનગરને ઉપયોગી એવી સેવાપ્રવૃતિઓમાં શીરમોર સમી પ્રવૃત્તિ એટલે સંસ્થા દ્વારા સંચાલિત વિનામૂલ્યે અંતિમ યાત્રા રથ ની સેવા છે.
આ બધી જ પ્રવૃતિઓના કેન્દ્રમાં વ્યકિત વિકાસ, સમાજ સેવાની સાથે સાથે આપણા બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસા નું જતન પણ મુખ્ય ધ્યેય હોય, આ ધ્યેય ને કેન્દ્રમાં રાખી ગુજરાતની આગવી ઓળખ સમાન રાસ ગરબા ના ભવ્ય વારસાના જતન માટે છેલ્લા ઘણા સમય થી ‘સરગમ નવરાત્રી મહોત્સવ’ નું ભવ્યાતિભવ્ય આયોજન થઈ રહયું છે. સરગમ નવરાત્રી મહોત્સવ એટલે વૈવિધ્યસભર પ્રાચીનતમ ભારતીય સંસ્કૃતીને અનુરૂપ ગરબા મહોત્સવ… જેમાં પ્રાચીન – અવાર્થીન પરંપરા અનુસાર ૧૬૦ જેટલી જગદંબા સ્વરૂપ દિકરીઓ માં ની આરાધના કરે છે અને જામનગરની જનતાને કોઈપણ જાતની પ્રવેશ ફી વગર પારિવારીક રીતે આ નવરાત્રિ મહોત્સવ માણવા માટે ઉચીત વ્યવસ્થા કરવામાં આવે છે.
તારીખ : ૦૩-૧૦-૨૦૨૪, ગુરુવાર થી ૧૨-૧૦-૨૦૨૪ શનિવાર સુધી
સમય : રાત્રે ૮:૩૦ થી ૧૨:૦૦ કલાક
સ્થળ : પ્રદર્શન ગ્રાઉન્ડ, સાત રસ્તા પાસે, જામનગર
નવરાત્રી માટે ૬૦ × ૬૦ ફૂટના વિશાળ સ્ટેજ પર દિકરીઓ રાસ-ગરબા દ્વારા માંની આરાધના કરશે.
• નવરાત્રી દરમ્યાન ૬ થી ૭ હજાર નાગરિકો બેસી નવરાત્રી મહોત્સવ માણી શકે તેવી સુંદર વ્યવસ્થા તેમજ શહેરના સંતો-મહંતો, રાજકીય અગ્રણીઓ, પદાધીકારીઓ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, ડોકટરો, તથા દાતાશ્રીઓ, આમંત્રીત મહેમાનો, પત્રકારો માટે પણ બેસવાની ઉંચીત વ્યવસ્થા કરવામાં આવે છે.
સમગ્ર એરેનાની વ્યવસ્થા માટે રપ થી વધુ પ્રાઈવેટ સીકયોરીટી ઉપરાંત ૧૫ થી વધુ સ્વયંસેવક ભાઈઓ ખડેપગે રહેશે
આ નવરાત્રી મહોત્સવનું લાઈવ પ્રસારણ જય કેબલ દ્વારા કરવામાં આવશે. તેમજ આપના કોઈ સગા સબંધી વિદેશમાં હોઈ કે કોઈ બીજા શહેરમાં રહેતા હોય તો પણ એ ઈન્ટરનેટ દ્વારા આ ગરબા લાઈવ જોઈ શકશે. જેમને www.jaycable.com સાઈટ પર જઈને કલીક કરવાનું રહેશે.
.
સમગ્ર એરેનાને ૧૦ થી વધુ સી.સી.ટી.વી. કેમેરા દ્વારા સુસજજ કરવામાં આવેલ છે.
મહોત્સવ માણનાર પબ્લીક માટે પાર્કીંગની સુવિધા પણ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે.
નવરાત્રી દરમિયાન ગ્રાઉન્ડ ઉપર મેડીકલ ટીમ સજજ રહેશે.
• રાસ-ગરબા
સમગ્ર નવરાત્રી મહોત્સવ માટે છેલ્લા ૨ મહિનાથી વધુ સમયથી ૧૬૦ થી વધુ દિકરીઓ પ્રેકટીસ કરી તમામ ગરબાઓ માટે પોતાના તાલથી તાલ મીલાવી રહી છે.
૧૬૦ બાળાઓને પાંચ ગ્રુપમાં વિભાજીત કરવામાં આવી છે અને ૩૨ થી વધુ રાસ-ગરબાઓ જેમાં રૂણઝૂણ બાજે ઘૂઘરા, ડાકલા પેરોડી, હૈયે રાખી હેમ, શિવ સ્તુતિ, રામ મેડલી, ક્રિષ્ના મેડલી, મહાકાળી, સુરત શહેરની છોરી… જેવા સુંદર રાસ ગરબાઓનું તૈયાર કરવામાં આવેલ છે.
સમગ્ર નવરાત્રી મહોત્સવની કોરીયોગ્રાફી માટે બે માસથી વધુ સમયથી વૈશાલી સંઘવી અને તેમની ટીમ, લાજેશ પંડયા તથા દર્શના પંડયા અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે.
• ખાસ આકર્ષણ
ગુજરાતના નવરાત્રીના જાહેર કાર્યક્રમમાં જામનગરમાં લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૫૪ × ૧૪ ફૂટની વિશાળ સ્કીન ઉપર ગરબાઓનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે, જે જામનગરની જનતાને ઘેલું લગાડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. લાઈવ સ્કીન સાથે દીકરીઓને વિવિધ થીમ સાથે ગરબે ઘુમતી જોવી એ એક લ્હાવો બની
રહેશે.
• પ્રોજેકટ ટીમ
સરગમ નવરાત્રી મહોત્સવ ર૦૨૪ ને સફળ બનાવવા લોટસ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ભરત ઢોલરીયા, શૈલેષ પટેલ, બીપીન સોરઠીયા, જમન બાબીયા, સંજય સુદાણી, અરવિંદ કોડીનારીયા, હેમત દોમડીયા તેમજ નવરાત્રી કન્વીનર તરીકે રાજન મુંગરા, કિશોર સંઘાણી, રાજેશ મુંગરા, વિનોદ દોમડીયા, નયન સોરઠીયા, ધીરેન સાવલીયા, તેમજ વિવિધ વ્યવસ્થા કમિટીના ચેરમેન તથા ટીમ ખભે ખભા મીલાવી કામ કરી રહયા છે.
________________________
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878