સાગબારા – માનસિક વિકલાંગ યુવતી સાથે ખેતરમાં દુષ્કર્મ કરાયું કિસ્સો સામે આવતા ચકચાર
તાહિર મેમણ – ડેડીયાપાડા – 01/03/2025 – નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા માં 1 દુસ્કર્મ ના કિસ્સા એ ચકચાર મચાવી છે અને માનવતા ને સર્મશાર કરી છે સાગબારા માં એક ગામની માનસિક અસ્વસ્થ યુવતી પર યુવાને દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. સાગબારા તાલુકામાં બનેલી એક ઘટનામાં સાગબારાના પાટલામહૂ ગામના રહીશ જહેરસિંગ વસાવાએ સાગબારા તાલુકાના અન્ય એક ગામની પુખ્ત વયની જન્મજાત માનસિક અસ્વસ્થ 22 વર્ષીય દિકરીનો એકલતાનો લાભ લઈ છ મહિના પહેલા એક ખેતરમાં લઇ જઇને દુષ્કર્મ કર્યું હતું. યુવતીને ધાક ધમકી આપીને તેણે અનેક વખત દુષ્કર્મ કર્યું હતું. બનાવ બાદ આરોપી સામે સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. કેસ ની તપાસ સી.ડી.પટેલ ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, સાગબારા પોલીસ સ્ટેશન નાઓ કરી રહ્યા છે.છ મહિના બાદ ફરિયાદ કેમ નોંધાવી તે સવાલ માં તપાસ અધિકારીએ જણાવ્યું કે ભોગ બનનાર યુવતી માનસિક અસ્વસ્થ હોવાના કારણે તેના પરિવારજનો ને મોડી ખબર પડી માટે હાલમાં ફરિયાદ કરી છે. નર્મદા જિલ્લામાં સગીરાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મના બનાવો વધી રહયાં છે. માનસિક રીતે વિકલાંગ યુવતી સાથે દુષ્કર્મ કરનારા આરોપીને ઝડપી પાડવા માટે સાગબારા પોલીસની ટીમે કવાયત હાથ ધરી છે. હાલ તો આ કિસ્સો સામે આવ્યાં બાદ લોકો આરોપી સામે ફિટકાર વરસાવી રહયાં છે.