GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સમરસતા દીપ મહોત્સવ યોજાયો, ભાજપ આગેવાનો ઉપસ્થિત.

તારીખ ૩૦/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કાલોલ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં ‘શ્રી ગુરુ રવિદાસ મહારાજ સમરસતા દીપ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી કાલોલ તાલુકા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ અને કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાલુકા પંચાયતના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. સભાખંડને દીપોથી શણગારવામાં આવ્યો હતો અને ગુરુ રવિદાસ મહારાજના ચિત્ર સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ એ જણાવ્યું હતું કે ગુરુ શ્રી રવિદાસ મહારાજે સમાજને સમાનતા, માનવતા, ભાઈચારા અને સેવા જેવા અમૂલ્ય સંદેશો આપ્યા હતા. તેમનું સમગ્ર જીવન આપણને ભેદભાવ છોડીને સમરસ સમાજના નિર્માણ માટે સતત કાર્ય કરવાની પ્રેરણા આપે છે જ્યાં ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ એ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલતા સમરસતા સંકલ્પ અભિયાનનો હેતુ પણ સમાજના તમામ વર્ગોને સાથે લઈને વિકાસ કરવાનો છે. ગુરુ રવિદાસજીના આદર્શોને આપણે આપણા જીવનમાં ઉતારીએ તો જ સાચી શ્રદ્ધાંજલિ અપાશે.કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ દીપ પ્રગટાવીને સમરસતા અને સામાજિક એકતાનો સંકલ્પ લીધો હતો.

Back to top button
error: Content is protected !!