સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળા પાલનપુરમાં દિવાળીના તહેવારને અનુલક્ષીને વિવિધ સ્પર્ધા યોજાઈ
26 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળા પાલનપુર ખાતે પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી ચેતનાબેન જે મકવાણા તથા પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈ-બહેનોઓના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્પર્ધાઓ જેવી કે રંગોળી સ્પર્ધા,દાંડિયા સજાવટ, દિવાળી કાર્ડ,મટકી સજાવટ,દિવા સજાવટ, દિવાળી કાર્ડ વગેરે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધાઓમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં પોતાની મનગમતી સ્પર્ધામાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો, સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી, મહામંત્રી શ્રી હરિભાઈ એન સોલંકી, મેરેજીંગ ટ્રસ્ટી શ્રી જે સી ઈલાસરીયાએ, પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી ચેતનાબેન જે મકવાણા તથા પ્રાથમિક શાળાના શિક્ષિક ભાઈ-બહેનોને આજની દિવાળીના તહેવાર અંતર્ગત સ્પર્ધાની પ્રવૃત્તિ માટે શુભેચ્છાઓ આપી તથા વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન આપીને પ્રોત્સાહિત કર્યા.