DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધાંગધ્રા પાલિકાની સેનીટેશન ટીમે 300 સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

તા.13/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ હોવા છતાં પાન માવા બનાવતા વેપારીને ત્યાં વેચાણ કરતા દુકાનદારો પાસે 300 કિલો માવાના પ્લાસ્ટિકનો જથ્થો અલગ અલગ દુકાનદારો પાસેથી પકડી પાડી દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે આજરોજ ધાંગધ્રા નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ હોવા છતાં પણ શહેરમાં વેપારીઓ દ્વારા અલગ અલગ શહેરી વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોય જેને ફરિયાદના આધારે ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા ચીફ ઓફિસર મંટીલકુમાર પટેલ અને સેનિટેશન ચેરમેન પ્રવીણભાઈ રબારી દ્વારા સેનિટેશન ટીમને શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકને જપ્ત કરવાનો આદેશ કરેલ જેને અનુસંધાને સેનિટેશન ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ઝાલા વિક્રમસિંહ વાઘેલા અને નરેન્દ્રભાઇ વાઘેલા તેમજ ધર્મેન્દ્રભાઈ સિંગલ દ્વારા ધાંગધ્રા શહેરના પાન માવા બનાવતા વેપારીને ત્યાં ચેકીંગ હાથ ધરતા અંદાજીત 300 કીલો સિંગલ યુઝ પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું જેમાં આ સિંગલ યુઝ પ્લાસ્ટિક પાન માવા બનાવતા વેપારીને ત્યાં બંધ કરવા માટે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારો માંથી અલગ અલગ દુકાનદારો પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો અંદાજીત 300 કિલો જેટલો પકડી પાડ્યો તો આ તમામ જથ્થાને ધાંગધ્રા નગરપાલિકાના ટ્રેક્ટરમાં એકઠો કરી યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવશે આ સાથે પકડાયેલ દુકાનદારો સામે દંડકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!