કિરીટ પટેલ બાયડ
બાયડ ખાતે સફાઈકર્મીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી
દેશને સ્વચ્છ બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરાવ્યા છે. આ સાથે દેશભરમાં વિવિધ સ્થળોએ ‘સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા’ના ધ્યેય સાથે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે.
આ વર્ષ સફાઈ અભિયાનની સાથે સફાઈમિત્રો માટે આરોગ્ય કેમ્પની વ્યવસ્થા કરવા અને તેમને શક્ય એટલી તમામ યોજનાઓના લાભ મળે તે અંગે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંતર્ગત બાયડ ખાતે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સ્વચ્છતા કર્મીની આરોગ્ય તપાસ કરી જરૂરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.
૦૦૦૦૦