GUJARATSINORVADODARA

અવાખલ ગામે આવેલ શ્રેયસ વિદ્યાલય ખાતે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું

ફૈઝ ખત્રી…શિનોર
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને ગુજરાત શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા તા. 25થી 31 ઓગસ્ટ દરમિયાન **“સંસ્કૃત આપણો વારસો, સંસ્કૃત આપણું ગૌરવ”**ના સંદેશ સાથે સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત શિનોર તાલુકાના અવાખલ ગામે આવેલ શ્રેયસ વિદ્યાલય ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગૌરવ યાત્રામાં શ્રેયસ વિદ્યાલય તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષાનું મહત્વ દર્શાવતા વિવિધ ડિસ્પ્લે બોર્ડ, સ્લોગન અને સંદેશસભર પોસ્ટરો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓએ ધારણ કરેલી વિવિધ આકર્ષક વેશભૂષાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
સંસ્કૃત ભાષા માત્ર એક ભાષા નહીં પરંતુ ભારતની પ્રાચીન સંસ્કૃતિ, જ્ઞાન અને પરંપરાનો અમૂલ્ય વારસો છે — આ સંદેશ સાથે વિદ્યાર્થીઓએ ગૌરવ યાત્રા દરમિયાન લોકોને સંસ્કૃત ભાષાના મહત્વથી અવગત કરાવવાનો સુંદર પ્રયાસ કર્યો હતો.
આ ગૌરવ યાત્રા અવાખલ ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જ્યાં ગ્રામજનોએ પણ વિદ્યાર્થીઓના ઉત્સાહને વધાવ્યો હતો. સમગ્ર યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાના ગૌરવ અને તેના સંવર્ધનનો સંદેશ જન-જન સુધી પહોંચાડ્યો હતો.
સંસ્કૃત ગૌરવ યાત્રાના સફળ આયોજનને લઈને શ્રેયસ વિદ્યાલય પરિવાર તથા ટ્રસ્ટીગણ દ્વારા આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં પણ સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વધુ મજબૂત બની હતી.

Back to top button
error: Content is protected !!