વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ દ્વારા સાપુતારા પોલીસ મથકમાં લાગુ ગામડાઓ તથા જાહેર માર્ગો પર ટ્રાફિકનાં નિયમો અને સાયબર ક્રાઇમ વિશે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે એક નવીન પહેલ કરી છે.સાપુતારા પોલીસ મથક વિસ્તારનાં સ્થાનિક યુવાનોમાં આ મુદ્દાઓ અંગેની જાગૃતિ વધારવા માટે સાપુતારા પોલીસની ટીમે પેમ્પલેટનું વિતરણ કરવાની સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે.આ ટુર્નામેન્ટ દરમિયાન, પોલીસકર્મીઓ,યુવાનોને ટ્રાફિક નિયમો અને સાયબર ક્રાઇમના ખતરાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત, પેમ્પલેટ દ્વારા પણ આ વિષયો પર વિગતવાર માહિતી આપવામાં આવી હતી.આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોમાં સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના વધશે અને તેઓ આવા ગુનાઓને રોકવામાં મદદરૂપ થશે એવી આશા સેવાઈ રહી છે.સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલની નવી પહેલે રાજ્યનાં અન્ય પોલીસ સ્ટેશનો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આશા છે કે, આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા ગુનાખોરીમાં ઘટાડો થશે અને સમાજમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહેશે જેમાં બેમત નથી..