GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડના પારડીના રોહિણા ખાતે જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના હસ્તે શાળા પ્રવેશોત્સવ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૫ અંતર્ગત વલસાડ જિલ્લામાં પારડી તાલુકામાં રોહિણા મુખ્ય પ્રાથમિક શાળામાં વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. રોહિણા મુખ્ય પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૪, બાલવાટિકામાં ૧૫ અને છઠ્ઠા ધોરણમાં ૧૫ મળી કુલ ૨૬ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ ઊજવાયો હતો.

પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૨ કુમાર અને ૨ કન્યા, બાલવાટિકામાં ૬ કુમાર અને ૯ કન્યા તેમજ ધોરણ ૬ માં ૩ કુમાર અને ૪ કન્યા મળી કુલ ૨૬ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું હતું કે બાળકોના સારા ભવિષ્ય માટે શિક્ષકોની સાથે સાથે વાલીઓએ પણ બાળકોના શિક્ષણ પ્રત્યે સજાગ રહેવું જોઈએ. દરેક એકમ કસોટીમાં મન લગાવીને મહેનત કરી પોતાની આંતરિક ક્ષમતા વધારવી જોઈએ.

જિલ્લા વિકાસ અધિકારીએ શાળા પરિસર, વર્ગખંડ, મધ્યાહન ભોજન વ્યવસ્થા તેમજ શાળાના નવા બની રહેલા વર્ગખંડોની મુલાકાત કરી જાત નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે વિદ્યાર્થીઓની શૈક્ષણિક

ક્ષમતા ચકાસી હતી. શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક કરી સમિતિ સભ્યોના મંતવ્યો જાણ્યા હતા અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી સૂચનાઓ આપી હતી. શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં બીઆરસી, સરપંચ, શાળાના આચાર્ય, શાળાના શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!