વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025–26 અંતર્ગત ખેરગામની જનતા મધ્યમિક શાળામાં ધોરણ 9 અને 11માં નવા પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું.આ પ્રવેશોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે જી.એમ. રામાણી (નાયબ કાર્યપાલક એન્જિનિયર, બાંધકામ વિભાગ, ચીખલી) અને લાયઝાન અધિકારી કિરીટભાઈ પટેલ (ઈ.સી.આર.સી. ખેરગામ) હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ધોરણ 9ના નવી દાખલ થતા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેને સૌએ પસંદ કર્યું હતું.આ પ્રસંગે જનતા કેળવણી મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઈ ટેલર, ચેરમેન શ્રી પ્રશાંતભાઈ પટેલ, કોષાધ્યક્ષ શ્રી જગદીશભાઈ તથા કારોબારી સભ્ય ડૉ. વૈશાલીબેન પંકજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.ડૉ. વૈશાલીબેનના હસ્તે ધોરણ 10 અને 12ના સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહના પ્રથમ ત્રણ શ્રેષ્ઠ વિદ્યાર્થીવિદ્યાર્થીઓને ઈનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગના અંતે શાળાના આચાર્ય શ્રી ચેતન કે. પટેલે તમામ મહેમાનો અને ઉપસ્થિતોનો આભાર માન્યો હતો.