
વાત્સલ્યમ સમાચાર
આહવા ડાંગ
ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતની અગામી સામાન્ય ચૂંટણી માટે અનામત બેઠકો માટે વારાફરતી ફાળવણી અંગેનો આદેશ પ્રસિદ્ધ કરાતા જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે..
હાલમાં ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતમાં ભાજપા બહુમતી સાથે શાસન કરી રહ્યુ છે.ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતમાં આહવા,વઘઇ અને સુબિરની અવધિ ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થઈ રહી છે.ત્યારે રાજય ચૂંટણી આયોગે અગામી સમયમાં યોજનાર સામાન્ય ચૂંટણી માટે અનામત બેઠકોની વારાફરતી ફાળવણી અંગેનો આદેશ પ્રસિદ્ધ કરતા જિલ્લાનાં રાજકારણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે.રાજય ચૂંટણી આયોગ દ્વારા ડાંગ જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકોમાં (1)આહવા-1-અનુસૂચિત આદિજાતિ-પુરૂષ (2)આહવા-2-અનુસૂચિત જાતિ-પુરૂષ (3)બરડા-અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (4)દગડીઆંબા-અનુસૂચિત આદિજાતિ-પુરૂષ (5)ધવલીદોડ-અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (6)ડોન-અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (7)ગડદ-અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (8)ગારખડી-અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (9)જાખાના-અનુસૂચિત આદિજાતિ પુરૂષ (10)કડમાળ-અનુસૂચિત આદિજાતિ પુરૂષ (11)કાલીબેલ-અનુસૂચિત આદિજાતિ પુરૂષ (12)કોશીમદા-અનુસૂચિત આદિજાતિ સ્ત્રી,(13)નિશાણા-અનુસૂચિત આદિજાતિ પુરૂષ (14)સાકરપાતળ-અનુસૂચિત આદિજાતિ પુરૂષ (15)શામગહાન-અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (16)સુબિર-અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (17)ટાંકલીપાડા-અનુસૂચિત આદિજાતિ પુરૂષ (18)વઘઇ-અનુસૂચિત આદિજાતિ સ્ત્રી એમ વારાફરતી બેઠકોની ફાળવણી કરી છે.જયારે આહવા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાં (1)આહવા-1-અનુસૂચિત આદિજાતિ પુરૂષ (2)આહવા-2માં અનુસૂચિત જાતિ-પુરૂષ(3)આહવા-3માં અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (4)ચીંચલી-અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (5)ધવલીદોડ-અનુસૂચિત આદિજાતિ પુરૂષ (6)ડોન-અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (7)ગડદ-અનુસૂચિત આદિજાતિ પુરૂષ (8)ગાઢવી-અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (9)ગલકુંડ-અનુસૂચિત આદિજાતિ પુરૂષ (10)કલમવિહીર-અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (11)માલેગામ-અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (12)નડગખાદી-અનુસૂચિત આદિજાતિ પુરૂષ (13)પીંપરી-અનુસૂચિત આદિજાતિ પુરુષ (14)શામગહાન-અનુસૂચિત આદિજાતિ પુરૂષ (15)ટાંકલીપાડા-અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (16)વાસુર્ણા-અનુસૂચિત આદિજાતિ સ્ત્રી ની ફાળવણી તથા સુબીર તાલુકાની 16 સીટ પૈકી (1) દહેર – અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (2) ગારખડી – અનુસૂચિત આદિજાતિ પુરૂષ (3) ગૌહાણ – અનુસૂચિત આદિજાતિ સ્ત્રી, (4) ગીરમાળ – અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (5) હનવંતપાડા (પીપલદહાડ) – અનુસૂચિત આદિજાતિ પુરુષ (6) જામન્યામાળ – અનુસૂચિત જાતિ પુરૂષ (7) કડમાળ – અનુસૂચિત આદિજાતિ પુરૂષ (8)કેશબંધ – અનુસૂચિત આદિજાતિ પુરૂષ (9) ખાજૂર્ણા – અનુસૂચિત આદિજાતિ પુરૂષ (10) ખાંભલા – અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (11) કિરલી – અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (12) મહાલ – અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (13) માળગા – અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (14) નિશાના – અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (15) સાજુપાડા – અનુસૂચિત આદિજાતિ પુરુષ (16) સુબીર – અનુસૂચિત આદિજાતિ પુરૂષની ફાળવણી કરવામાં આવેલ છે. તેમજ વઘઈ તાલુકામાં પણ 16 બેઠકોની ફાળવણી કરવામાં આવેલ છે જેમાં (1) બરડા – અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (2) બારખાંઘ્યા – અનુસૂચિત આદિજાતિ પુરુષ (3) ચીચીનાગાવઠા – અનુસૂચિત જાતિ પુરુષ (4) ચીકાર – અનુસૂચિત આદિજાતિ પુરૂષ (5) દગડીઆંબા – અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (6) ગોદડીયા – અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (7) કાલીબેલ – અનુસૂચિત આદિજાતિ પુરૂષ (8 ) ખાતળ – અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (9) કોશીમદા – અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (10) મોટામાળુંગા – અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (11) રંભાસ – અનુસૂચિત આદિજાતિ પુરૂષ (12) સાકરપાતળ – અનુસૂચિત આદિજાતિ પુરૂષ (13) શિવારીમાળ – અનુસૂચિત આદિજાતિ સ્ત્રી (14) વઘઈ ૧ – અનુસૂચિત આદિજાતિ પુરૂષ (15) વઘઈ ૨ – અનુસૂચિત આદિજાતિ પુરૂષ (16) ઝાવડા – અનુસૂચિત આદિજાતિ સ્ત્રી બેઠકનો સમાવેશ થાય છે.તેવામાં આજરોજ ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતમાં અનામત વારાફરતી બેઠકો જાહેર કરાતા ડાંગ જિલ્લાનાં રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.અને જિલ્લામાં ભાજપા, કૉંગ્રેસ અને આપ પાર્ટી સક્રિય બની છે..




