દેત્રોલી દુધ મંડળીના સેક્રેટરી વયનિવૃત્તિને પગલે ફરજ પરથી દૂર કરાયા બાદ પણ પદભાર છોડતા નથી
દેત્રોલી દુધ મંડળીના સેક્રેટરી વયનિવૃત્તિને પગલે ફરજ પરથી દૂર કરાયા બાદ પણ પદભાર છોડતા નથી
જિલ્લા રજીસ્ટ્રારનાં પત્ર બાદ પણ સેક્રેટરી પોતાનો હોદ્દો ન છોડાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની દેત્રોલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા કેટલાક વર્ષોથી સેક્રેટરી તરીકે ફરજ બજાવતા સેક્રેટરી વયનિવૃત્તિને પગલે ફરજ પરથી દૂર કરાયા છે. ડેરીમાંથી ઠરાવ થયા બાદ જિલ્લા રજીસ્ટ્રાર કચેરી ખાતેથી સેક્રેટરીને પોતાનો હોદ્દો છોડવા માટે મંડળીની સાધારણ સભા સહકારી કાયદાની કલમ-૭૩ની જોગવાઈઓ મુજબ સર્વોપરી સત્તા ધરાવે છે. જેથી તા.૨૫/૦૬/૨૦૨૪ ના રોજ ની સાધારણ સભા એ કરેલ નિર્ણય મુજબ મંડળીના મંજૂર થયેલ પેટા નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરી કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે. જિલ્લા રજીસ્ટર દ્વારા આ પ્રમાણે જણાવ્યા બાદ પણ સેક્રેટરી દ્વારા પોતાનો હોદ્દો ન છોડાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રક્રિયા બાદ બૅન્કનાં ખાતામાં નવ નિયુક્ત સેક્રેટરીની સહી એડ કરાવવાની થતી હોય છે. પરંતુ ઈડરની દેત્રોલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા પૂર્વ સેક્રેટરીની સહી કમી કરી નવ નિયુક્ત સેક્રેટરીની સહી એડ કરાવવાની પ્રક્રિયા માટેના કાગળો આપવા છતાં પણ બેંક ધ્વારા નવીન સેક્રેટરી ની સહી ઉમેરવામાં નથી આવતી અને પૂર્વ સેક્રેટરીની સહીથીજ લેવડ-દેવળ કરવામાં આવે છે તેમ મંડળીના ચેરમેન ધ્વારા જણાવવામાં આવ્યું છે. સાબરકાંઠા બેંક દ્વારા મંડળી દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ગ્રાહ્ય ન રાખવામાં આવી હોવાનાં આક્ષેપ કરાઇ રહ્યા છે. સાબરકાંઠા બેંકમાં નવીન સેક્રેટરીની નિમણુક થયા બાદ તેમણે સહીના નમુના સાથેની પ્રક્રિયા પણ મંડળી દ્વારા કરવામાં આવી છે જોકે કોઈક કારણોસર બેંક દ્વારા મંડળીને પૂરતો સાથ સહકાર ન મળી રહેતા હવે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ડેરીના ચેરમેન ધ્વારા જણાવ્યું છે કે પૂર્વ સેક્રેટરી પોતાનો હોદ્દો છોડતા નથી અને ડેરીમાં અવાર નવાર પોતાની ફરજ પર તેઓ હાજર રહે છે આ બાબતે ઇડર પોલીસ ને પણ જાણ કરાઈ છે સમગ્ર બાબતે બેંકમાં નવીન સેક્રેટરીની સહી ગ્રાહ્ય ન રાખી બેંક તેમજ પૂર્વ સેક્રેટરી સરકારી આદેશોની અવગણના કરતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે આગામી સમયમાં સાબરકાંઠા બેંક દ્વારા કેવા અને કયા પ્રકારના પગલા ભરવામાં આવે છે તે ખૂબ મહત્વનું બની રહેશે….
બોક્ષ-
આ બાબતે દેત્રોલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચેરમેન રાહુલ પટેલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જુના સેક્રેટરી વય નિવૃત્ત થતા તેનો પત્ર અમે જિલ્લા રજીસ્ટર ને મોકલેલ હતો જેનું હિયરિંગ કરતા જિલ્લા રજીસ્ટ્રારે ૧૭/૯ તેનું જજમેન્ટ આપેલું સેક્રેટર ને વયમર્યાદાના કારણે ફરજમાંથી મુક્ત કરવા ત્યાર પછી અમે ઠરાવ કરી ડોક્યુમેન્ટ બેંકને સબમીટ કરેલા પરંતુ બેંકે તેનો અમલ કરેલ નથી ડીઆર ના ઓર્ડર ની સાબરકાંઠા બેંકે અવગણના કરેલ છે ૧૯/૯ રોજ બેંકમાં ઠરાવ બદલવા પ્રોસેસ કરેલી અને ૨૧/૯ રોજ બેંકે જુના સેક્રેટરી ની સહી થી સભા સદોનું પેમેન્ટ કરેલ છે નાણાકીય લેવડદેવડમાં જે પણ ગેરરીતી થશે તેની સંપૂર્ણ જવાબદારી સાબરકાંઠા બેંકની રહેશે…
બોક્ષ-
આ બાબતે દેત્રોલી ગામના પટેલ નરેશભાઈ નરસિંહભાઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અમારા સેક્રેટરી વય નિવૃત્ત થયા છે પરંતુ તેઓ પોતાનો ચાર્જ છોડી નવા સેક્રેટરીને આપવા માંગતા નથી રજીસ્ટર સાહેબનો ચુકાદો આવી ગયો છે છતાં પણ તેઓ ચાર્જ છોડવા તૈયાર નથી અમને તો આમાં મોટા માથા સંડોવાયેલા હોય તેવું લાગી રહ્યું છે તેઓ પોતાના દમ ઉપર તો આ નિર્ણય લઈ શકે તેમ નથી પરંતુ તેમની પાછળ મોટા માથાની સંડોવણી હોવાની અમને ખાત્રી છે બેંક વાળા પણ આમાં સંડોવાયેલા હોય તેવું અમને લાગે છે રજીસ્ટરના હુકમ પ્રમાણે અમોએ સહીના નમુના બેંકમાં દાખલ કરેલ છે છતાં બેંક વાળા તેનો અમલ કરવા તૈયાર નથી સહકારી સેક્ટરમાં બેંક વાળા જો રજીસ્ટરનો હુકમ સ્વીકારતા નથી તો પછી એ લોકો કોનો હુકમ સ્વીકારશે એમને પ્રશ્ન થઈ રહ્યો છે અમે સરકાર શ્રી ને વિનંતી કરીએ છીએ કે યોગ્ય કાયદાનો અમલ થાય અને સેક્રેટરી મર્યાદાથી નિવૃત્તિ જાહેર કરે અને અમારા નવા સેક્રેટરીને નિમણૂક આપે તેવી માંગ કરવામાં આવી
જયંતિ પરમાર સાબરકાંઠા