GUJARATMODASA

શામળાજી : ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાતમાં એલર્ટ, શામળાજી મંદિરની સુરક્ષા વધારવામાં આવી

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

શામળાજી : ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાતમાં એલર્ટ, શામળાજી મંદિરની સુરક્ષા વધારવામાં આવી

અરવલ્લી: ભારતીય સેનાના ઓપરેશન સિંદુર બાદ સમગ્ર દેશમાં હાઈએલર્ટ છે. તેમજ ગુરુવાર રાત્રે પાકિસ્તાને ભારત પર કરેલા હુમલા બાદ સેના સતત પાકિસ્તાનના શહેરો પર હુમલો કરીને જવાબ આપી રહી છે. ત્યારે સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લાના ગુજરાત- રાજસ્થાન બોર્ડર પર આવેલા પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં બોમ્બ ક્વોડ,અરવલ્લી સ્પેશિયલ ઓપરેશન ગૃપ સહિત ટીમ દ્વારા શુક્રવાર સવારે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.શામળાજી મેશ્વો ડેમ ખાતે પણ બોમ્બ ક્વોડની ટીમ દ્વારા સાવચેતીના ભાગરૂપે તપાસ ધરવામાં આવી હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!