શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ,સંચાલિત એન.પી.પટેલ આટ᳭ર્સ કૉલેજ,પાલનપુરની એન.એસ.એસ વિભાગની સ્વયંસેવિકા ચૌધરી રીંકીની રાજયકક્ષાના યોજાનાર પ્રજાસત્તાક પર્વમાં ખાસ મહેમાન તરીકે પસંદગી થઈ.
25 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આગામી 26મી,જાન્યુઆરી, 2025નાં રોજ ગુજરાતનાં તાપી જિલ્લા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે ત્યારે ગુજરાતની વિવિધ કૉલેજમાંથી એન.એસ.એસનાં સ્વયંસેવકોની પસંદગી થઈ છે. જેમાં બનાસકાંઠા જિલ્લાનાં કાંકરેજ તાલુકાનાં નાનકડા ગામ અધગામની વતની ચૌધરી રીંકી હામાભાઈની પસંદગી થઈ છે. રીંકીની આ અગાઉ મહારાષ્ટ્રના જલગાઉ ખાતે યોજાયેલ પ્રિઆરડી કેમ્પમાં પસંદગી પામી યુનિવર્સિટીનું અને કૉલેજનું નેતૃત્વ લઈ તાલીમ પામી હતી.
ચૌધરી રીંકી હાલ એસ.વાય.બી.એ.માં અભ્યાસ કરે છે. એન.એસ.એસ સ્વયંસેવક તરીકે પસંદગી થતા રીંકી તાપી જિલ્લાના વ્યારા ખાતે યોજાનાર કાર્યક્રમમાં જોડાઈને પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લઈને કૉલેજનું, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું, બનાસકાંઠાનું જિલ્લાનું અને પોતાનાં પરિવારનું ગૌરવ વધારશે. રીંકીનું વ્યારા જવાનું પસંદગી થવા બદલ કહેવું છે કે, ‘ક્યારેક સ્વપ્નેય નહોતું વિચાર્યું કે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વમાં વ્યારા મુકામે જવા માટે મારી પસંદગી થશે અને ગુજરાતનાં અગ્રણીઓ સાથે સ્વયંસેવક તરીકે પરેડ કરવાનો મોકો મળશે. આ મોકો મને મળ્યો છે એ બદલ મારા માતા-પિતા, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,પ્રોગ્રામ ઓફિસર ડૉ.એકતાબેન ચૌધરી અને ડૉ.કાર્તિકભાઈ મકવાણા, કૉલેજનાં આચાર્યા શ્રી મનીષાબેન પટેલ તથા અન્ય સર્વનો આભાર વ્યક્ત કરું છું. અને પ્રજાસત્તાક પર્વમાં મને જવા મળ્યું છે એ માટે હું મને નસીબદાર ગણું છું.’