અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
*શ્રી ઋષિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ મોડાસા અરવલ્લી ના ગર્લ્સ સ્ટે હોમ ના નામકરણ માટે રૂ.11 લાખનું યોગદાન*
માઁ અંબિકા ચંડિકા કાલિકા ધામ કિલ્લા પારનેરા વલસાડ જિલ્લાના વતની હાલે શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના અધ્યાપક ડૉ. મનોજ પી. ગોંગીવાલા એ કદંબ કણૉટક ના રાજા જયકેશી ની રાજકુમારી મયનલલ્લા કે જેઓ સિદ્ધપુરના રાજા કર્ણદેવ ની પ્રજા વત્સલ રાણી હતા. રાજ માતા મીનળદેવી ની યાદમા ડૉ.મનોજભાઇ એ નામાભિધાન *વાત્સલ્ય મૂર્તિ રાજમાતા મીનળદેવી ગર્લ્સ સ્ટે હોમ* માટે રૂ.11 લાખ નો ચેક પ્રમુખ ચંદનબેન સુમનલાલ પટેલ ને રામનવમી ના શુભ દિને અર્પણ કર્યો. માલપુર ખલીકપુરની દીકરીઓ ગર્લ્સ સ્ટે હોમ ની પ્રથમ દીકરી આરતી, સંગીતા ના ઘરે જઈ પરિવાર ની ઉપસ્થિતિમાં ચંદનબેન દ્વારા દીકરીનું તિલક,પૂજન કરી પ્રસાદી આપી આમંત્રણ આપવામાં આવ્યું. કે બેટા આપ આવો અને તમારું અમે દીકરીની જેમ જતન કરીશું અને ભણીગણી ખૂબ પ્રગતિ કરો તેવા અમારા પ્રયત્નો હશે .બાદમા નિવાસી શાળા ઉભરાણ માં બાળકો ને પ્રવચન બાદ સ્માર્ટ વ્યુબોર્ડ પર ગરબો બતાવી રમાડી માઁ અંબે નું આરાધનાનું નવમું નોરતું ગ્લુકોઝ બિસ્કીટ્સ આપી ઉજવ્યું. દિકરીઓ ની શાળાના આચાર્ય આરાધનાબેન અને ચંદન બેન ના પરિવાર ના મનહરભાઈ, કૈલાસબેન હાજર રહ્યા હતાં.ચૈત્રી નવરાત્રી 2023 થી અત્યાર સુધીમાં ડૉ મનોજભાઇ એ 37 લાખ ગ્લુકોઝ બિસ્કીટ્સ જરૂરિયાતમંદ બાળકો માટે ગણવેશ – વસ્ત્ર સેવા રાજ્ય અને રાજ્ય બહાર બે હજાર કાર્યક્રમો પોતાના સમયે સ્વખર્ચે કર્યાં અને કાયૅરત છે.