BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર ખાતે શ્રી સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં દિવાળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી

25 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, સંચાલિત શ્રી સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં દિવાળીની હર્ષભેર ઉજવણી કરવામાં આવી .સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં અંધકાર પર પ્રકાશની, અસત્ય પર સત્ય અને અજ્ઞાન પર જ્ઞાનના પ્રતીક સમાન દિવાળીની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી .જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર આ ઉજવણીમાં સહભાગી થયા હતા. આજની આ ઉજવણીમાં દિવાળીના મહત્વને લઈને વક્તવ્ય ,રંગોળી, દીપ સજાવટ, નૃત્ય તથા સંગીતની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું અને સહભાગી થયેલા તમામ બાળકોને આચાર્યશ્રી દ્વારા ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય હેતલબેન રાવલે વિદ્યાર્થીઓને ભગવાન શ્રીરામ લંકા જીતીને અયોધ્યા પરત ફર્યા જેની ઉજવણીમાં તમામ નગરવાસીઓએ દીવા પ્રગટાવી રંગોળી તથા ફૂલોથી ઘર તથા આંગણું સજાવીને ભગવાન શ્રીરામનું સ્વાગત કર્યું હતું, જેની પૌરાણિક કથા સંભળાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ ના માર્ગદર્શન હેઠળ આચાર્ય હેતલબેન રાવલ તથા સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!