BANASKANTHAGUJARAT
થરામાં શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરે ભાતીગળ મેળો ભરાયો…
થરામાં રાત્રે ૧૨ કલાકે શંખનાદ સાથે હર હર મહાદેવના નામે શિવાલયો ગુંજી ઉઠ્યા...
- થરામાં શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરે ભાતીગળ મેળો ભરાયો…
———————————————- - થરામાં રાત્રે ૧૨ કલાકે શંખનાદ સાથે હર હર મહાદેવના નામે શિવાલયો ગુંજી ઉઠ્યા..
- જેમના મસ્તકમાંથી જ્ઞાનની ગંગા વહે છે ચારિત્ર્યના ઉત્તુંગ અને ધવલ શિખર પર જે બેઠા છે, સાદાઈ એ જ જેનો શણગાર છે, વિભૂતિને જે વૈભવ સમજે છે, સજ્જનોનું રક્ષણ અને દુર્જનોનો સંહાર એ જેનું જીવન-વ્રત છે, કામ નહિ પણ પ્રેમ એ જેનો આરાધ્ય દેવ છે,કર્મયોગી એવા બાલેન્દુને જેમણે મસ્તક પર ધારણ કર્યો છે.જગતની રક્ષા કાજે જેમણે હસતે મુખે વિષપાન કર્યું છે,તેમજ કલ્યાણ અને જ્ઞાન નાં જે મૂર્તિમંત સ્વરૂપ છે. એવા ભગવાન શિવજીને અનંત નમસ્કાર કરવાના અનેરા મહા શિવરાત્રી ઉત્સવ નિમિત્તે આજરોજ તા. ૨૬/૦૨/૨૦૨૫ ને બુધવાર ના રોજ કાંકરેજ તાલુકાના થરા ખાતે ભાતીગળ મેળો ભરાયો હતો.દુરદુર થી શિવભક્તો દર્શનાર્થે પધાર્યા હતા.આ મેળામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય તક્ષશિલા સોસાયટી તાણા (થરા)ના સૂર્યાબેન, કનુભાઈ પટેલ,વર્ધિલાલ ઠક્કર, ઊર્મિલાબેન,કૃષ્ણાબેન વિગેરે નિરાકાર પરમાત્માના ગુણગાન ગાયા હતા.શ્રીઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિર,શ્રી રામજી મંદિરે બિરાજમાન શંકર ભગવાન,હાઈવે સ્થિત શ્રી નીલકંઠ મહાદેવ મંદિર, એ.પી. એમ.સી.ખાતે બિરાજમાન શ્રી નવખંડ મહાદેવ મંદિરે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો આખી રાત શિવ મહિમા ગાઈ ભજન-ભક્તિ- આરતી કરેલ. આ મંગલ અવસરે શ્રી રામજી મંદિરે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ ભજની રાકેશ સ્વામી,લોક ગાયિકા વિમળાબેન મકવાણા,બેંજો વાદક પરેશ રામી,તબલા ઉસ્તાદ ધ્રુવ ગાંધી, ઓક્ટોપેડ પ્લેયરર ભદ્રેશ પ્રજાપતિ,સાઉન્ડ ભગાભાઈ પટેલ વગેરેએ મધુર સુરો રેલાવ્યા હતા.ચાર પ્રહરની પૂજા અર્ચના રુદ્રભિષેકમાં પ્રથમ ઠક્કર દેવચંદભાઈ કરમશીભાઈ દ્વિતીય ઠક્કર ફરશુંભાઈ મણીલાલ,ત્રીજો જોશી જગદીશભાઈ શંકરલાલ ચોથો પ્રહરમાં ઠક્કર ભીખાભાઈ જગજીવનદાસે પૂજારીના મુખારવિંદે મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન કર્યું હતું.જ્યારે શ્રીનવખંડ મહાદેવ મંદિરે કમલેશભાઈ વોરા, માર્કેટયાર્ડના પૂર્વપ્રમુખ અણદાભાઈ પટેલ અને શ્રી નિલકંઠ મહાદેવ મંદિરે ગૌસ્વામી મુકેશભારથી સોમભારથી એ ચાર પ્રહરની પૂજામાં એક પ્રહરમાં ચાર ભક્તો એમ ચાર પ્રહરમાં સોળ ભક્તોને પૂજન અર્ચન કર્યું હતું.શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરે મંદિરના પુજારી કાર્તિકપુરીએ આરતી ઉતારી સમસ્ત ભરવાડ સમાજના ગુરૂગાદીશ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ જગ્યાના મહંતશ્રી પ.પૂ.ધ.ધુ.શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી ઘનશ્યામપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુએ આશીર્વાદ આપ્યા હતા.
- નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦